________________
[ ૩૧૪]
શ્રી Íરવિજયજી ૨૫૯–૧૯૦. ત્યાજ્ય તેમજ ગ્રહણ યોગ્ય તત્વને જાણનારી તથા શાંત ભાવમાં રક્ત રહેતી સુખકારી પ્રજ્ઞારૂપી સ્ત્રીને આત્માથી પુરુષે સદા ય સેવવી તેમ જ સર્વ ઈચ્છિત ફળને સારી રીતે આપનારી દયારૂપી સ્ત્રીને પણ સેવવી, કેમકે એ સેવી સતી શીધ્ર ચિત્તને કરુણા–દયાભીનું કરે છે.
ર૬૧. હૃદયને આનંદકારી એવી મૈત્રીરૂપી સ્ત્રીને પણ સદા ય સેવવી કે જે સેવારસિક ચિત્તને દ્વેષાદિક દેષ રહિત-શાંતઅવિકારી બનાવે છે.
ર૬૨. જે પવિત્ર ચિત્ત સર્વ પ્રાણી પ્રત્યે શુદ્ધ પ્રેમ રાખે છે, સર્વનું હિત-ચિંતવનરૂપ મૈત્રીભાવ વધારે છે તે બાહા અંતર શત્રુવર્ગને જીતે છે.
ર૬૩. દેશના-વ્યાખ્યાન દેવામાં કુશળ એ જે મહાત્મા અન્ય જીવોને શાંતિના માર્ગે દોરે છે તે નિકટભવી–અ૫સંસારી મહાશયને સદા કર્મનિર્જરા થવા પામે છે.
૨૬૪. જેમને આત્મશાંતિ થઈ નથી તેઓ સઋાસ્ત્રમાં અત્યન્ત કુશળ હોવા છતાં કામાથી ને વિષયવિકારથી ભરેલા નરરૂપે પશુ સરખા જ છે.
૨૬૫. કર્મને ક્ષય કરવામાં ચિત્ત, મેહશત્રુને નાશ કરવામાં પ્રીતિ અને ક્રોધાદિક કષા ઉપર અભાવ-તિરસ્કાર યોગ્ય જીવને જ પ્રાપ્ત થાય છે.
૨૬૬. નરક અને તિર્યંચગતિમાં નિરંતર ભ્રમણ કરતાં છતાં પણ પાપાનુબંધી પાપી જીવને આત્મશાંતિ થતી જ નથી એ આશ્ચર્યકારી છે.