________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૩૧૩ ] દુ:ખ પામતે રહે છે, તે માટે બાહા પદાર્થને સગા-સંબંધ સર્વથા તજી દેવો જોઈએ.
ર૫ર. સર્વાએ પૂર્વે જે જીવાદિક ભાવે અને તેમની વિપરીત-વિરુદ્ધ ક્રિયા (સ્વભાવ ને વિભાવરૂપે) ભાખેલ છે તેમાં શંકા કરવી નકામી છે.
ર૫૩. જેમ જેમ જીવ વિપરીત બુદ્ધિથી જડ વસ્તુઓમાં મમત્વ કરે છે તેમ તેમ તેને ચારે તરફથી મમત્વવશ કર્મોને બંધ થવા પામે છે.
૨૫૪. અજ્ઞાનથી આચ્છાદિત થયેલા ને રાગદ્વેષને વશ બનેલા, અનેક પાપ-આરંભમાં પ્રવતેલા આત્માઓનું હિત ભય પામેલાની જેમ દૂર નાસે છે.
૨૫૫. પરિગ્રહ-મમતાના પ્રતિબંધથી રાગ અને દ્વેષ પેદા થાય છે અને રાગદ્વેષ એ જ ભવભ્રમણ કરાવનાર કર્મોને નિકાચિત બંધ કરાવે છે.
૨૫૬. ધ્યાનરૂપ અગ્નિને પ્રદીપ્ત કરી, તેમાં સર્વ પ્રતિબંધરૂપ પશુઓને હેમી પછી કર્મરૂપી ઈન્જનને જ ક્ષેપવામાં આવે, તો આવા પ્રકારને ભાવયજ્ઞ બહુ ઉત્તમ ફળદાયક થઈ શકે.
૨૫૭. હજારોગમે રાજસૂય યજ્ઞો અને સેંકડોગમે અશ્વમેધ ચ ઉપરક્ત ભાવયજ્ઞને અનંતમે ભાગે પણ આવી શકતા નહીં.
૨૫૮. જે પ્રજ્ઞા શાંત-સમભાવે પરિણમે તે સાચી–સફળ જાણવી, બાકીની તે અન્ય વ્યવસાયપરાતા સમી કર્મ ઉપાર્જન કરાવનારી હોવાથી નિષ્ફળા કહી છે.