________________
[ ૩૧૨ ]
શ્રી કર્ખરવિજયજી ૨૪૪. હે સન્મતિવંત ! ધન–આશાને દૂર કરી સંતોષનું ! સેવન કર, જેથી કરીને નિચે તારે અપાર સંસારમાં પરિભ્રમણ કરવું પડશે નહીં. - ૨૪૫. જે કે અન્યની આશા રાખતો નથી એવો સંતોષી આત્મા જ સ્વતંત્ર-સુખી છે. મેટાની આશા-પ્રાર્થના કરવી તે ભારે દુઃખ-દારિદ્યનું કારણ છે.
ર૪૬. તૃષ્ણા–અગ્નિથી સંતાપિત હૃદય અત્યન્ત બળ્યા કરે છે, તે સંતેષ-જળ વગર શાન્ત કરી શકાતું નથી, સંતોષજળવડે હૃદય શાન્ત બને છે.
૨૪૭. સંતોષ–અમૃતનું પાન કરીને જેમણે નિર્મમત્વ હદયને વાસિત કર્યું છે તેમનું માનસિક દુઃખ, દુર્જનની મિત્રતાની પેઠે દૂર થાય છે.
૨૪૮. તૃષ્ણના દાહને શમાવનારું સંતેષ–અમૃત જેમણે પીધું છે તેમણે પરમ શાન્તિરૂપ અક્ષય અનંત સુખપ્રાપ્તિનું કારણ સારી રીતે ઉપાર્જન કર્યું છે.
૨૪૯ નિગ્રંથ સાધુઓ તૃષ્ણાનો નાશ કરવા સંતોષને, અથવા સુખ–શાન્તિ માટે સંયમને અને તપ, જપની વૃદ્ધિ માટે જ્ઞાનને સેવ્યા કરે છે.
૨૫૦. જ્ઞાન-દર્શન સંયુક્ત એક મારો આત્મા જ શાશ્વત પદાર્થ છે, બાકીના બધા મને કમસંગે મળીને વિનાશ પામતા બાહા ભાવો છે.
૨૫૧. એવા બાહ્ય સંગેને કારણે જીવ વિવિધ પ્રકારનાં