________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૩૧૧ ] ૨૩૬. નિર્મમત્વ ભાવ અત્યંત દઢ થયે છતે જન્મમરણને ઉછેદ કરનારું પરમ ઉત્કૃષ્ટ શાશ્વત સુખ આત્માને પ્રાપ્ત થાય છે.
અર્થનું અનર્થપણું ૨૩૭. અર્થ–સંચય અનર્થ (આપદા)નું મૂળ છે, અર્થ સુખશાન્તિને ભેજક છે, અર્થ ક્રોધાદિક કષાયને પેદા કરનાર છે અને વિવિધ દુઃખેને ઉપજાવનાર છે.
૨૩૮. સંસારમાં પહેલાં સઘળી સંપદા પ્રાપ્ત કરેલી તે તજી દીધી, તેના ઉપર ફરી પ્રીતિ કરવી તે ભૂજન કરીને વમી નાખેલા અન્નની ઉપર પુનઃ પ્રેમ કરવા જેવું દુ:ખરૂપ છે.
૨૩૯. દ્રવ્યને સંગ્રહ કરી કે પુરુષ તેને સાથે લઈ પરલોક સીધાવ્ય છે? જે માટે તૃષ્ણની આગથી સંતપ્ત જીવ આકરાં (ચીકણાં) કર્મ બાંધે છે.
૨૪૦. તૃષ્ણાવશ–લોભાન્વજને હિત કે અહિત કંઈ જોઈ શકતા નથી, તેને તે સંતેષરૂપી અંજનના ગે સુબુદ્ધિવંત થયેલા છ જ જોઈ સમજી શકે છે.
૨૪૧. સંતોષરૂપી શ્રેષ્ઠ સત્ય રત્નને મેળવીને, મોક્ષના ઉત્તમ માર્ગમાં વર્તનારા વિચક્ષણ વિવેકીજને સદા ય સુખી છે.
૨૪૨. તૃષ્ણારૂપી અગ્નિ જેમનામાં પ્રદીપ્ત છે તેમને સાચું સુખ કયાંથી હોય? ધનસંચય કરવામાં જે રક્ત છે તેમને સદા દુખનાં દર્શન થાય છે.
૨૪૩. સંતેષી સદા સુખી અને અસંતોષી અત્યન્ત દુઃખી રહે છે, એ રીતે ઉભયનું અંતર જાણું સુખના અથીજનોએ સંતેષમાં પ્રીતિ રાખવી.