________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૩૦૭ ] રસિક, નિઃસ્નેહી છતાં શાસ્ત્ર ઉપર નેહવાળા અને આભૂષણ રહિત છતાં તપ–ભૂષણથી ભૂષિત એવા ગીજન–સંતપુરુષો સદા ય દાનપાત્ર (સેવા-ભક્તિ કરવા ગ્ય) છે.
૨૦૩. જે મહાત્માઓએ પિતાની કાયા ઉપરથી પણ મમતા ઉતારી નાંખી છે અને સર્વ પ્રાણીવર્ગનું હિત કરવા તત્પર રહે છે તેવા સંયમી સાધુઓ ખરેખરા દાનપાત્ર છે.
૨૦૪–૨૦૮. પરિષહને જીતવા સમર્થ, કર્મોને નિમૂળ કરવાને સશક્ત,જ્ઞાન-ધ્યાન-તપરૂપી આભૂષણધારી, શુદ્ધ આચાર પાલન કરવા સદા ય સાવધાન, અત્યંત સ્થિર મનવાળા, શાન્ત સ્વભાવી, નિર્વિકારી, મંગળકારી-મંગળમૂર્તિ, મહામે હાદિક શત્રુએ જેના સમી ગયા છે-શાન્ત થઈ ગયા છે, કામક્રોધાદિકનો નાશ કરનાર, નિન્દા યા સ્તુતિમાં સમભાવી, ધીર, શરીર ઉપર પણ પૃહા (મમતા ) રહિત, જિતેન્દ્રિય, ક્રોધ અને લોભારૂપી મહાસમર્થ શત્રુને જય કરનાર, રાગદ્વેષથી મુક્ત, મોક્ષપદ પામવા ઉત્સુક, જ્ઞાન–અભ્યાસમાં સદા ય રક્ત અને વૈરાગ્યરસમાં ભીના (રંગાઈ ગયેલા) એવા મહાનુભાવી મુનિને પોતાના આંગણે ભિક્ષાર્થે આવેલા જોઈને જે મૂઢ-દુર્મતિજન તેના ઉપર મહાઘપણે દ્વેષ કે ઈર્ષાભાવ કરે છે તે દુર્ભાગી, હાથમાં આવેલ અપૂર્વ લાભ ગુમાવી દે છે.
૨૦૯. માયા અને તૃષ્ણાને ટાળી અને રાગદ્વેષને દૂર કરી, પરમ પરાક્રમી પુરુષાર્થવત મહાત્માએ પરમપદને પ્રાપ્ત થયા છે.
૨૧૦. જેઓ તપબળથી કર્મ—શત્રુના મહાસ ને પ્રસન્ન ચિતે હઠાવે છે–ખાળી રાખે છે તે યતિજનો ધીર પુરુષોમાં પણ પણ ધીર–મહાધીર છે.