________________
[ ૩૦૬ ]
શ્રી કપૂરવિજયજી ઉપર ઉત્કૃષ્ટ રાગ, ઉત્તમ ધ્યાનમાં ચિત્તની એકાગ્રતા અને આર્તા, રિદ્ર ધ્યાનથી સદન્તર વિરમવું, ધર્મને સંચય કરો અને કર્મને ક્ષય કરવા પ્રયત્ન કરે તેમ જ સાધુજનોના સદાચરણમાં ચિત્ત રાખવું તે સર્વદા પાપનાશક છે.
૧૯૬–૧૯૭. માનરૂપી મજબૂત સ્થંભને ચૂરો કરી, લોભરૂપી પહાડને વિદારી નાંખી, માયારૂપી વિષવેલીને ઉખેડી કાઢી, ક્રોધ-શત્રુનો નિગ્રહ કરી, કલ્યાણકારી યથાખ્યાતચારિત્રને પ્રાપ્ત કરી, શુકુલધ્યાનમાં તત્પર રહ્યા છતાં સકળ કમનો ક્ષય કરી કઈક મહાનુભાવો પરમપદ પામ્યા છે.
ખરા દાનપાત્ર-સાધુજને. ૧૯૮–૧૯. મમતાદિ રહિત, ધીર, રાગાદિક દોષવર્જિત, શાન્ત, દાન્ત, તપસ્વી, મુક્તિની સાધના કરવામાં સાવધાન, તેમ જ સંતેષ ભાવના તથા સત્ય ભાવનાવડે યુક્ત અને તત્ત્વાર્થ ચિન્તવનમાં તત્પર રહેનારા એવા ઉત્તમ સાધુજનને ખરા દાનપાત્ર (ભક્તિ લાયક) સમજવા.
૨૦. તેઓ સંતેષ ભાવનાવડે દુઃખને અંત કરે છે, સત્વ ભાવનાવડે ભયને નાશ કરે છે અને જ્ઞાન ભાવનાવડે નિશે કર્મને નાશ કરે છે.
૨૦૧. સમભાવ-શાન્તભાવનું સેવન કરવા જેઓ એક નિશ્ચયવાળા છે, કમ-શત્રુઓને પરાભવ કરવા જેમનું દઢ લક્ષ છે અને વિષયવિકારોથી જેઓ લેપાતા નથી તેવા શ્રેષ્ઠ સાધુજને ખરેખર ભક્તિ લાયક છે.
૨૦૨. નિ:સંગી-નિરાગી–નિસ્પૃહી છતાં પણ સદાચાર