________________
[ ૩૦૮ ]
શ્રી કપૂરવિજયજી
૨૧૧. જે સાધુજના પરિષહેાને જીતવામાં, ઇન્દ્રિયાના નિગ્રહ કરવામાં અને કષાયેાના નગ્રહ કરવામાં શૂરા છે તેમને જ જ્ઞાનીઓએ ખરા શૂરા કહ્યા છે.
૨૧૨. સ્વચારિત્રધર્મમાં સ્થિર બુદ્ધિવાળા સાધુ નવાં નવાં કર્મ ગ્રહણ કરતા નથી અને વિશુદ્ધ ધ્યાનના અભ્યાસથી પૂર્વકર્માંના અત્યન્ત ક્ષય કરે છે.
૨૧૩. સંસારવાસનાથી નિવૃત્ત થયેલા અને શિવસુખને પ્રાપ્ત કરી લેવા સદા ઉજમાળ થયેલાને જ ઉત્તમ પુરુષાએ ખરા જ્ઞાની કહ્યા છે. તે સિવાયના પુગળના અથી જનાને તા સ્વાર્થ સાધુ જ સમજવા.
૨૧૪. જે પ્રસન્ન ચિત્ત સર્વ જીવ ઉપર સમભાવ રાખે છે અને મમત્વભાવથી મુક્ત બને છે તે મહાનુભાવ મેાક્ષ-મહાપદને પામે છે.
૨૧૫-૧૬. જે ઇન્દ્રિયાને કમરે રાખવામાં શૂરા છે, નવાં કર્મ બંધન કરવામાં કાયર છે, વળી તત્ત્વચિન્તક, હિતસ્ત્રી ને સ્વશરીર ઉપર પણ સ્પૃહા રહિત છે, પરિષહેારૂપ મહાશત્રુઓનુ મળ હઠાવવામાં અને કષાયેાના નિગ્રહ કરવામાં શૂરા છે તે જ ખરા શૂરવીર કહેવાય છે.
૨૧૭. તન મેલા છતાં ઉજજવળ મનવાળા, ધીર અને સદા બ્રહ્મચારી એવા સાધુજના જ્ઞાનાભ્યાસમાં કાયમ રક્ત રહેનારા હોય છે.
૨૧૮. જ્ઞાનભાવનાવડે પુષ્ટ અને અન્તરાત્માવડે તુષ્ટ એવા સાધુજના અપ્રમત્ત ગુણસ્થાનકને પામી આત્મકલ્યાણ સાધે છે.
૨૧૯. જે સંસારવાસનાથી ત્રાસ્યા છે, બાહ્ય-અંતર પરિ