________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૩૦૩ ] - ૧૭૨. પૂર્વ કર્મના સંબંધથી આપત્તિ આવી પડે ત્યારે હૈયે ધારણ કરવું એ જ પરમ ઉપાય છે, પરંતુ તે સમયે ખેદ કર યુક્ત નથી.
૧૭૩. વિશુદ્ધ પરિણમવડે સર્વત્ર શાંતિ પ્રસરે છે અને સંકલિષ્ટ પરિણામવડે અનેક ભવભ્રમણ કરવા છતાં પણ કયાંય શાંતિ મળતી નથી.
૧૭૪. સંકલિષ્ટ ચિત્તવાળા ને સંસારની વૃદ્ધિ થાય છે અને ચિત્તની વિશુદ્ધ વૃત્તિ સંપદા ને મુક્તિ દેનારી થાય છે.
૧૭૫. જ્યારે ચિત્તની વિશુદ્ધિ થાય છે ત્યારે તત્ત્વજ્ઞાની પુરુષને આપદાઓ ને સંપદાઓ સરખી બની રહે છે, કેમકે મહાન પુરુષનું સર્વ ચરિત્ર ગહન હોય છે.
૧૭૬. અવળે માર્ગે ચઢેલા અન્યને પણ સવળે માર્ગે આણ યુક્ત જ છે, તો પછી અત્યંત વિષયવિકારના માર્ગે ચઢી ગયેલા નિજ મનને આશ્રી તો કહેવું જ શું?
૧૭૭. અજ્ઞાન અથવા મેહથી જે કાંઈ નઠારું–નિંદ્ય કામ કરવામાં આવ્યું હોય તેમાંથી મનને પાછું વાળી દેવું અને ફરી તેવું હલકું કામ કરવું નહીં.
૧૭૮. જે તેં પાપકર્મ કર્યા છે તે અત્યંત કઠેર પાપકર્મને વિપાક-ઉદય થતાં હે મૂઢાત્મા ! થોડા વખતમાં તું તેનું કડવું ફળ પામીશ.
૧૭૯ પિતાના બન્ને કાન વડે પોતાની જાતને થોડી પણ પવતાં સસલાની પેરે જે કંઈ દુકૃત કર્યું હશે તેનું કડવું