________________
[ ૩૦૨ ]
શ્રી કર્ખરવિજયજી ૧૬૫. રાગદ્વેષાદિક દેને ટાળવા અને ચિત્તને શુદ્ધ-નિર્મળ કરવું એ જ ખરું ઉત્કૃષ્ટ તત્ત્વ-સ્વરૂપ છે, એ અગત્યની વાત મૂઢ માણસો-જડભરતો જાણતા જ નથી.
૧૨૬. સ્વહિતૈષી જ્ઞાની સજાએ મનને એવું શાણું ને સમભાવી બનાવવું જોઈએ કે તે ગમે તેવી આકરી આપત્તિમાં પણ વાંકું થવા ન જ પામે અને રોષ-તોષનાં પ્રબળ કારણે મળ્યા છતાં પણ કાબૂમાં રહે ને વિકાર પામે નહીં.
૧૬૭. ભારે આકરી આપદા પામ્યા છતાં મનમાં ખેદ– ઉગ કે આકુળતારૂપી વિક્રિયા-વિકાર નથી જ પામતા તેવા સાધુચરિત માનવને ધન્ય છે.
૧૬૮. કઈ પણ કારણે સંકલેશ ન જ કરે; કેમકે સંકલેશથી ચીકણાં કર્મ બંધાય છે. સંકલેશવાળા પરિણામવડે જીવ ભવચક્રમાં ભ્રમણ કરતે દુઃખી થાય છે.
૧૬૯. સંકલેશ પરિણામવડે કોડે ભમાં દુઃખ દેનારા અતિ આકરા–ભારે ઉગ્ર કર્મ બાંધવાનો પ્રસંગ જીવને વારંવાર આવ્યા કરે છે.
૧૭૦. ચિત્ત-રત્નને સંકલેશ દોષ રહિત સદા સુપ્રસન્ન રાખવું, એ મહાન પુરુષોનું ઉત્તમ ધન છે, જેથી જન્મ-મરણ રહિત મોક્ષસ્થાન સહેજે મળે છે.
૧૭૧. મહાન પુરુષનું એક ટૂંકું લક્ષણ છે કે તેઓ સંપત્તિમાં ફુલાઈ જતા નથી, હર્ષ–ઉન્માદ પામતા નથી અને વિપત્તિમાં દીનતાને ધારણ કરતા નથી, દરેક અનુકૂળ, પ્રતિકૂળ પ્રસંગે તેઓ સમભાવે રહી શકે છે.