________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૩૦૧ ] છે, તેથી તે સુજ્ઞ જને! બંધુજનનું મરણ થયે તમે શક સંતાપ કરશે નહિ.
૧૫૮. ખરું સ્વકર્તવ્ય વિસારીને જે મેહ-મમતામાં રાતે રહી, બીજી નકામી ખટપટમાં પડી જાય છે તે પિતાના હિતમાર્ગથી ચૂકી જાય છે.
૧૫૯ સ્વહિત તે સમજ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું યથાર્થ વિધિવડે સેવન-આરાધન કરવાવડે જ થાય છે, એમ સર્વજ્ઞ ભગવંતે કહે છે.
૧૬૦. સુખશીલતા–શાતાગારવામાં મગ્ન થઈ રહેલા અને વિષયરસમાં લંપટ બનેલા સાધુએ પણ સ્વહિતમાર્ગથી ચૂકી જઈ ગૃહવાસી બની ગયા છે.
૧૬૧. ઘણા ઈષ્ટ વિયોગ દેખ્યા અને પુષ્કળ દ્રવ્યનો વિનાશ થયેલે જાયે છતાં નિર્લજજ ચિત્ત વિષયસુખને રસ ચાખવામાં લંપટ બન્યું રહે છે, તે ખેદજનક વાત છે.
૧૬૨. જે પ્રકારે ચિત્તની ઘણું નિર્મળતા થવા પામે તેવી રીતે જ્ઞાની–વિવેકી જાએ પ્રયનવડે ઉદ્યમ કરવો ઘટે છે.
૧૬૩. જેનું મન રાગાદિક દોષ રહિત નિર્મળ બન્યું છે, તેને ઉદય આવેલું શુભાશુભ-સુખદુઃખ સઘળું નિષ્ફળ થાય છે; સંસારને વધારનાર થઈ શકતું નથી.
૧૬૪. અભવ્ય જીવને, સંસારને અંત કરવા હર્ષ–ઉત્સાહ, ઈટ્રિયેનો નિગ્રહ કરવા દઢતા અને કેધાદિ કષાયોને નિર્મૂળ કરવા પુરુષાતન પ્રાપ્ત થઈ શકે જ નહિં.