________________
[ ૩૦૦ ]
શ્રી કપૂરવિજયજી ૧૫૦. અત્યંત ક્ષણિક–અમુક વખત સુધી જ ટકનારું ને પછી આપોઆપ નાશ પામી જનારું એવું આવેલું કષ્ટ જાણી તું કેમ વૈરાગ્ય પામતું નથી ? તારા જીવિતને ધિક્કાર છે !
૧૫૧. જીવિત વિજળીના વેગ જેવું, સંગ સ્વપ્નમાયા જેવો, સનેહ સંધ્યાના રંગ જેવો ને શરીર ડાભની અણુ ઉપર રહેલા જળબિંદુ જેવું ક્ષણિક-ક્ષણ વિનાશી-અસ્થિર-છેહ આપનારું છે એમ તું જાણી લે.
૧૫ર. ભેગવિલાસે ઇંદ્રધનુષ્ય જેવા, સંપદા શરઋતુના વાદળ જેવી અને વન જળમાં દરેલી લીંટી જેવું અસ્થિરછટકી જનાર છે. . * ૧૫૩. કઈક સરખી વયના ભાઈબંધોને મૃત્યુએ કબજે કરી લીધા, તે દેખ્યા છતાં તારા મનને કેમ લગારે વૈરાગ્ય-અરેકોરે આવતું નથી ?
૧૫૪. જેને શાસ્ત્રાભ્યાસ સારો છે એવા કેઈપણ વિદ્વાનને સર્વ અશુચિય, વિનાશશીલ અને રોગગ્રસ્ત કાયામાં રતિપ્રીતિ થાય ખરી?
૧૫૫. વિવિધ ભજન અને વસ્ત્રાદિવડે ઘણે વખત સારી રીતે સાચવી રાખેલી કાયા અંતે તો બગડી જાય જ છે, તે પછી બાહ્ય વસ્તુઓમાં મમતા શી કરવી ?
૧૫૬. મેહ, મમતા, શોક અને ત્યાગવિકળ લેકે સ્વજન કુટુંબીજનો સાથે વૃથા જ રાગ ધરી રાખે છે. સહ સ્વાર્થનું જ સગું છે, કેઈના બંધુઓ સાથે આવ્યા નથી તેમ સાથે જનારા પણ નથી.
૧૫૭. પ્રાણધારી-જન્મ પામેલા પ્રાણીમાત્રને અવશ્ય કરવાનું