________________
લેખ સંગ્રહ : ૩ :
[૨૯] ૧૪૨. અપ્સરાઓના સમુદાયથી વ્યાપેલા અને દેવોથી શોભિત દેવકને વિષે પૂર્વે તેને અનેક વાર વિવિધ પ્રકારનાં મનવાંચ્છિત ભેગ પ્રાપ્ત થયેલા છે;
૧૪૩. તેમ જ વળી અનેકવિધ દુઃખેવડે અત્યંત ભયંકર રિદ્ર-રીરવ નરકને વિષે કર્મવશે તે ઘણે લાંબે વખત વચ્ચે છું-તારે ત્યાં દુષ્ટ કર્મસંગે જઈ વસવું પડ્યું છે. - ૧૪૪. તપાવેલા તેલની કડાઈઓ વિષે તળાતાં તને જે પરમ દુઃખ વેઠવું પડ્યું છે તેનું વર્ણન કરતાં પાર પમાય તેમ નથી.
૧૪૫. અનેક પ્રકારના ભયંકર યંત્રને વિષે પીલાતા તને થતા દાહરડે પૂર્વ કર્મના સંબંધથી અત્યંત આકરી વેદના તારે સહન કરવી પડી છે.
૧૪૯. વળી વિષ્ટા અને મળથી ભરેલા, અશુચિ, કફ અને ચરબીવાળા માતાના ગર્ભવાસમાં દેવગે તારે લાંબો વખત રહેવું પડયું છે.
૧૪૭. તેમ જ તિર્યંચગતિમાં છેદન-ભેદનવડે તને જે દુઃખ વેઠવું પડયું છે તેનું વર્ણન કરોડો જીવડે પણ કરવા કે પુરુષ સમર્થ નથી.
૧૪૮. દેવ, નારક, માનવ અને તિર્યંચ ગતિમાં અહોનિશ ભ્રમણ કરનારા જીવને સંસારચક્રમાં મળતું એવું કેઈ સુખ બાકી રહ્યું નથી કે જે તેને અનેક વાર પ્રાપ્ત થયું ન હોય.
૧૪૯. કર્મના સંબંધથી ચઉગતિદાયક આ અત્યંત ભયંકર સંસારચક્રમાં ભ્રમણ કરતા જીવને અનેક વાર સુખદુઃખની પ્રાપ્તિ થઈ ચૂકી છે.