________________
[ ૨૯૮ ]
શ્રી Íરવિજયજી અવિરતિવશ જે કાંઈ કર્મ કરે છે તેનું ફળ તેને અનેક રીતે ભેગવવું પડે છે, તેથી નવાં કમને રૂંધી સ્વઇંદ્ધિને વશ કર..
૧૩૫. ઇંદ્રિયોને સ્વેચ્છાએ ફરતી અટકાવી પિતાને આત્મા વશ રાખવો, જેથી અક્ષય અનંત મેક્ષસુખેને ભાગી તું સહેજે થઈ શકશે. - ૧૩૬. સહેજે પ્રાપ્ત થયેલા ઈષ્ટ કામગને વિષે પણ મહાન પુરુષોને ગૃદ્ધિ હોતી નથી, બીજાઓને ગૃદ્ધિ હોય છે તેને વૈરાગ્ય કદાપિ આવતું નથી.
૧૩૭. છ ખંડને સ્વામી ચક્રવર્તી, સઘળી પૃથ્વી તથા સદ્ધિ-સિદ્ધિ અને સઘળા સ્વાર્થ તેમજ કામભેગને તૃણની જેમ તજી દઈ જૈન દીક્ષાને સ્વીકારે છે.
૧૩૮. કૃમિ–કીડા જેવા આપણને એવી કઈ સુંદર વસ્તુ ભોગવવા ગ્ય છે કે જેના કારણે આપણે નિરર્થક ઘરજંજાળમાં પડી સદાયા કરીએ છીએ ?
૧૩૯. જેણે તને ભવસાગરમાં પારાવાર દુઃખ દીધું તે અતિ આકરા કર્મ—શત્રુને કબજે કરવાની તને કેમ વાંચ્છા થતી નથી ?
૧૪૦. સદા ય વિષયભેગને સેવનારા તથા માંસભક્ષણ કરવામાં રક્ત રહેનારા એવા લોકો પણ પોતાનામાં પવિત્રપણું માને છે એથી વધારે વિચિત્ર બીજું શું ?
૧૪૧. જેથી કર્મને વિશેષ ક્ષય થવા પામે અને નવા કર્મને સંચય ન થાય તેવું જ સદાચરણ મોક્ષસુખના અભિલાષી જનેએ કરવું જોઈએ.