________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૮૭ ] લાભ થાય છે અને મિથ્યાષ્ટિ જીવને સદા ય સંસારમાં ભ્રમણ કરવું પડે છે.
૪૨. શંકાદિ દૂષણ રહિત સમ્યક્ત્વરૂપી પરમ રત્નનો લાભ થયાથી ચારે ગતિમાં પરિભ્રમણરૂપ દુઃખ-દારિદ્ર નિચે નાશ પામે છે.
૪૩. સમ્યકૃત્વમાં દઢ મનવાળે જે સદાચાર વિભૂષિત છે તે મહાનુભાવ પંડિત, વિનીત, ધર્મજ્ઞ અને પ્રિયદર્શની લેખાય છે.
૪૪. સમ્યક્ત્વ, જ્ઞાન ને સંયમરૂપી ઔષધોપચારવડે જન્મ, જરા ને મરણરૂપી રેગને શમાવે છે તે ખરેખર ભાવદ્ય લેખાય છે.
૪૫. સભ્યત્વ, જ્ઞાન ને સંયમવડે અન્ય જનમમાં બાંધેલાં કર્મોને નષ્ટ કરવા સદા ય અપૂર્વ આત્મનિગ્રહરૂપ સંવર સેવે યુક્ત છે.
૪૬. મહામુશ્કેલીથી પ્રાપ્ત થયેલ પવિત્ર નરભવાદિક સામગ્રી સફળ થાય તેમ સભ્યત્વ, જ્ઞાન ને ચારિત્રવડે આત્માને વાસિત કરો.
૪૭. ગત અનંતકાળે પણ કદાપિ નહીં પ્રાપ્ત થયેલું એવું દુર્લભ ઉત્તમ સમ્યક્ત્વ રત્ન અત્યારે તને ભાગ્ય પ્રાપ્ત થયું છે.
૪૮. આ ઉત્તમ નરજન્મ પ્રાપ્ત થયે છતે, પ્રમાદ રહિત ચારિત્રનું સેવન, શુદ્ધ ધર્મ–કર્મમાં અત્યંત આદર અને વૈરાગ્યમાં પરમ પ્રીતિ કર.
૪૯. મિથ્યાત્વમોહથી વ્યાપ્ત બનેલો કષાયવશવતી જીવ અનાદિકાળ થયાં અનંતીવાર જન્મ-મરણનાં અનંતા દુખ પામે છે.