________________
[ ૨૮૮ ]
શ્રી કપૂરવિજયજી ૫૦. સમકિતરૂપી સૂર્યના પ્રભાવથી સમસ્ત પ્રકારે ભેદાયેલું નિકટભવીનું કર્મરૂપ અંધારું કાળલબ્ધિ પ્રમુખ પાક્તા નષ્ટ થાય છે.
પ૧. સમ્યગભાવવડે શુદ્ધ ને વિષય આસક્તિ રહિત, કષાયથી નિવૃત્ત થયેલ મહાશય જ ભવદુઃખનો અંત કરી શકે છે.
પર. સંસારભ્રમણનો અંત કરનાર સમ્યકત્વને પામીને જે ગુમાવે છે તે સર્વ વ્યાધિને હરનાર અમૃતનું પાન કરી તેને વમી નાંખે છે.
૫૩. દુષ્ટ (દુઃખદાયી) સંસારનું પરબીજ (કારણ) મિથ્યાત્વ છે, તેથી અવિનાશી એવા મેક્ષસુખને મેળવવા ઈચ્છનારે તેને ત્યાગ કરે.
૫૪. કુદર્શનીવડે ઠગાયેલા અભિમાની મનુષ્યમિથ્યાત્વથી મહિત થયા છતાં શુદ્ધ આત્મતત્ત્વને જાણતા-પિછાણતા નથી.
૫૫. મેહનીય કર્મવડે મહિત બહુજને, દુ:ખથી બીતા હોય છે તેમ છતાં તેઓ સત્ય ધર્મનું સેવન કરી શકતા નથી.
૫૬. દુઃખભીરુ જીવેનું પણ ચિત્ત સર્વ સુખદાયક ધર્મમાં કેમ રમતું નહીં હોય? પ્રાયે તેઓ મિથ્યાષ્ટિ જ હોય છે.
૫૭. પૂર્વ કર્મોપાર્જિત દુઃખ સહન કરવું માણસને મુશ્કેલ થઈ પડે છે, તેથી હે ભવ્યજને તમે સદ્ધર્મ સેઆરાધે, જેથી તેવાં અશુભ કર્મ નાશ પામે.
૫૮. જે સુકૃત કરે છે તેનાં દુઃખ ઉત્પન્ન કરનારાં દુષ્કર્મો એક સામટાં ક્ષય પામે છે. પુન્યને જમાવ થતાં પાપ નાશ પામે છે.
૫૯. અન્ય સર્વ વ્યાપાર તજીને ધર્મ—વ્યાપાર જ સદા કરે જેથી પરમસુખની પ્રાપ્તિ ઉપરાન્ત મોક્ષસુખને પણ ભેટો થાય છે.