________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૮૫ ] ૨૫. કામ ક્રોધને આધીન થયેલ, લાભ, મેહ ને મદથી વ્યાસ, રાગ-દ્રષમય જીવ પોતે ચાર ગતિરૂપ સંસારચક્રમાં ભમ્યા કરે છે.
ર૬. સમ્યગ્દર્શન(સમ્યકત્વ)ને જ્ઞાન પામેલે, જિનભક્ત, જિતેન્દ્રિય, લેભ, મેહ ને મદ રહિત મહાશય નિશ્ચ મોક્ષભાગી–મોક્ષગામી થાય છે.
૨૭. કામ, ક્રોધ તથા મોહ એ ત્રણે મહા દુશ્મન છે. જ્યાં સુધી એ ત્રણેને જીત્યા ન હોય ત્યાંસુધી મનુષ્યને ખરું સુખ કયાંથી મળે? ન જ મળે. ખરા સુખના અથી જનેએ એમને જીતવા જ જોઈએ.
૨૮. કામ જેવો ઉગ્ર વ્યાધિ નથી, મેહ જેવો ઉગ્ર શત્રુ નથી, ક્રોધ સમે આકરો અગ્નિ નથી અને જ્ઞાન સમું સત્ય સુખ નથી.
૨૯ કષાય ને વિષયથી વ્યાકુળ આવોને શાતિ હોતી નથી અને તે ટળતાં જ પરમ અદ્દભુત સુખશાન્તિ સહેજે સાંપડે છે.
૩૦. વિષયકષાયરૂપી રેગવડે સદા ય પીડા પામેલા આત્માએ જિનેશ્વરપ્રભુના પવિત્ર વચનામૃતવેગે પ્રયત્નથી શાન્તિ ઉપજાવવા યોગ્ય છે.
૩૧. વિષયરૂપી વિષધરવડે ડંસિત થયેલ ને કષાયરૂપી વિષવડે મૂચ્છિત થયેલ સર્વ પ્રાણીઓનું સંયમરૂપી મહામંત્ર જ રક્ષણ કરનાર છે.
૩૨. કષાયકલુષિત ને રાગથી અંજાઈ ગયેલ છવ ચાર ગતિરૂપ સંસારસાગર મધ્યે ભાંગેલી નકાની જેમ સીદાય છે.