________________
[ ૨૮૪ ]
શ્રી કપૂરવિજયજી ૧૭. જ્યાં સુધી શરીર નિરોગી છે અને પાંચે ઈન્દ્રિય પરવડી છે ત્યાં સુધી તપાચરણ કરવું યુક્ત છે. પછી વૃદ્ધવયે તપ કરવું મહામુશ્કેલ થઈ પડશે.
૧૮. શુદ્ધ તપ કરવામાં આત્મશક્તિને, કર્મક્ષય કરવામાં જ્ઞાન અને શુભ પાત્રમાં ધનને ઉપયોગ કરે છે તે વિવેકવાન પંડિત કહેવાય છે.
૧૯. ગુરુની સેવાભક્તિવડે સ્વજન્મને, શુભ ધ્યાન ચિત્ત વનવડે સ્વચિત અને આધ્યાત્મિક ( અંતરની) શાન્તિ મેળવવામાં શ્રુતજ્ઞાનનો સદુપયોગ કરે છે તે પુન્યશાળી આત્મા કહેવાય છે.
૨૦. સ્નેહમય જાળને છેદીને તથા મોહરૂપ મહાઅર્ગલાને તેડીને ઉત્તમ ચારિત્રસંપન્ન શુરવીર સાધુઓ મેક્ષમાર્ગમાં સ્થિત થયા હોય છે.
૨૧. મેહનીય કર્મવડે સમસ્ત જગત્ મોહિત થયેલું છે. ઉક્ત મેહને હઠાવી જે પ્રધાન બુદ્ધિવાળાઓ તપ સંયમ સેવે છે તેમને ધન્ય છે.
રર. અહે! મેહનું કેવું માહાભ્ય છે કે વિદ્વાન મનુષ્ય પણ કામરાગ અને અર્થરાગમાં રક્ત થયા છતા સંસારમાં મુંઝાઈ રહે છે.
૨૩-૨૪. કામ, ક્રોધ, લોભ, રાગ, દ્વેષ અને મત્સર, મદ, માયા, મેહ, કંદપ–કામને અહંકાર એ સઘળાં ધર્મ–ધનને હરી લેનારા કટ્ટા શત્રુઓ છે; એથી જ જીવ બહુ દુખદાયી સંસારચક્રમાં ભ્રમણ કરતા રહે છે.