________________
લેખ સંગ્રહ : ૩ :
સદભ્યાસ કરવાવડે,
[ ૨૮૩ ] ૮. જ્ઞાનધ્યાનને પરિષહ-ઉપસને જીતવાવડે અને શીલ–સયમવ્યાપાર( સમચાર )ના પાલનવડે પેાતાના આત્માને સદા ય ભાવતા રહેવું.
૯. જો આત્માનું કલ્યાણ કરવું ઇષ્ટ જ હાય તેા જ્ઞાન– અભ્યાસ સદા ય કરવા; તેમ જ ધ્યાન અધ્યયનવડે તપનું રક્ષણ કરવું.
૧૦, જેના હૃદયમાં ઉદ્યોતકારી જ્ઞાનરૂપ વિ નિત્ય ઉદયમાન છે તેની પાંચ ઇન્દ્રિયાની દિશા ઊજળી (પવિત્ર) રહેવા પામે છે.
૧૧. પાપ આચરણથી રહિતપણે સાધુસેવામાં તત્પર બની, સદા ચારિત્ર-ધર્મ સેવવામાં આદર કરવા એ ખરું' તત્ત્વ જાણ્યાનું ફળ છે.
૧૨. સર્વ ઉપાધિ તજી દઇ, શાન્ત ચિત્ત, ચિત્તને આનંદકારી એવું ઉત્તમ જ્ઞાનામૃત સદા ય પીવા લાયક છે.
૧૩-૧૪. વિવિધ દુ:ખદાયક ભયંકર ભવ-સાગરમાં ભ્રમણુ કરતા જીવને પૂર્વે કદાપિ નહીં પ્રાપ્ત થયેલુ એવું જ્ઞાનરૂપી મહારત્ન અત્યારે સમ્યગ્દર્શન (સમકિત-તત્ત્વાર્થ શ્રદ્ધા) સાથે તને પ્રાપ્ત થયું છે. માટે વિષયાસ્વાદમાં લંપટ બની, હવે ફરી પ્રમાદ કરીશ નહીં. (તા સુખપૂર્વક સ્વકલ્યાણ સાધી શકીશ.)
૧૫. જ્ઞાનધ્યાન ને તપેાખળવડે આત્માની સદાય રક્ષા કરવી, નહીં તેા આ પ્રમાદી જીવનું શીલ-રત્ન નાશ પામી જશે.
૧૬. શીલ-રત્ન નષ્ટ થયે, માહાંધકારવડે વ્યાપ્ત થયેલ જીવને વિવિધ જાતનાં સેંકડા દુ:ખાથી ભરેલા નરકમાં નક્કી પડવું પડે છે.