________________
[ ૨૮૨ ]
શ્રી કરવિજ્યજી પામી સ્વજીવન સુધારી અન્ય જનેને પણ વસ્તુતઃ-ઉપકારક બની શકે છે, તેથી જ તે અધિક પ્રચાર ગ્ય છે.
[જે. ધ. પ્ર. પુ. ૫૧, પૃ. ૨૭૬-૩૨૧}
સાર સમુચ્ચય દેશના. ૧. ભવપરંપરા–જન્મમરણનાં દુ:ખનો અંત કરનારા અરિહંત પરમાત્માને પ્રણામ કરીને હું મતિહીન છતે ભક્તિવશ કલ્યાણકારી સારી વસ્તુઓના સંગ્રહરૂપ કંઈક દેશના કહીશ.
૨. અહ! ચોરાશી લક્ષ જીવાનિવડે ગહન સંસારમાં પરિ. બ્રમણ કરતો જીવડે શરીર ને મન સંબંધી ભયંકર દુઃખે. પામ્યા કરે છે.
૩. આd (અશુભ) ધ્યાનમાં રક્ત છતો મૂઢ આત્મા સ્વહિત કરી શકતો નથી, તેથી જ પોતે આ લેક ને પરલોકમાં મહાદુઃખ પામે છે.
૪. વિનય–આચારસંપન્ન થઈ વિષયસુખથી વિમુખ બનીને ખરા જ્ઞાન-પરિણામવડે જીવ સ્વહિત સાધી શકે છે.
૫. સજ્ઞાન અને વિનયવડે આત્માને સદા ય વાસિત રાખવો. જેથી મરતી વખત પસ્તાવો કર ન પડે. એવું જ લક્ષ્ય રાખવું.
૬. સાચા જ્ઞાનવડે ભાવિત જનોએ એવી રીતે જ ઉત્તમ તપ: કરે કે જેથી અતિદુર્લભ એવું ચિત્તરત્ન ખુબ નિર્મળ થવા પામે.
૭. મનુષ્ય જન્મ પામ્યાનું એ જ ઉત્તમ ફળ છે કે જ્ઞાનજ્ઞાનીની સેવા કરવી તથા સર્વ શક્તિ ફેરવીને સંયમ-ધર્મનું પાલન કરવું.