________________
[ ૨૮૦ ]
શ્રી કપૂરવિજયજી સરળ થવું ૮, અભિમાન ન કરવું ૯, નિર્લોભી થવું–તૃષ્ણને ત્યાગ કરે ૧૦. આ ધર્મ સર્વમાન્ય હાઈ જીવને લાભ કરનાર છે. અગિયારમી લકસ્વરૂપ ભાવના જીવને કહે છે કે જડચેતન વસ્તુઓ જેમાં રહેલી છે તે લોક છે. તે બે પગ પહોળા કરી, કેડે હાથ દઈ ઉભેલા પુરુષની આકૃતિ જેવા આકારને છે. ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યથી ભરપૂર વૈદ રાજલોક પ્રમાણ છે. ઊર્ધ્વ, અધે અને તિર્જી એમ ત્રણ વિભાગવાળે છે. ઊર્ધ્વલેકમાં દેવ છે. અધોલેકમાં ભુવનપતિ, વ્યંતર, નારકી આદિ છે. તિષ્ણુલોકમાં મનુષ્ય, પશુ-પક્ષીઓ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસપતિ અને વિકસેંદ્રિય જીવો તથા જતિષ્ક આવી રહેલ છે. આ સર્વ સ્થાનમાં જુદા જુદા રૂપે જીવે જન્મમરણ કરેલાં છે વિગેરે વિચાર કરી ભવભ્રમણથી વિરક્તતા મેળવવી. બારમી ધિદુર્લભ ભાવના જીવને કહે કે અકામનિર્જરાએ કર્મલઘુતા મેળવી, નિગદથી ઊંચે ચડતાં મનુષ્યજન્મ, આર્યદેશ, ઉત્તમ કુળ, પાંચ ઇન્દ્રિયની પૂર્ણતા, દીર્ઘ આયુષ્ય એ બધું તમે મેળવ્યું છે, પુદયને લઈને ધર્મોપદેશ આપનાર ગુરુ મળ્યા છે, ધર્મ તમે સાંભળે છે છતાં તત્વનિશ્ચયરૂપ બધિબીજ-સમ્યગદર્શનની પ્રાપ્તિ થવી જીવને દુર્લભ છે. તે પ્રાપ્ત થવા પામે એ વિચાર કરો.
આ ભાવનાઓવડે મનને નિરંતર વાસિત કરવાથી સર્વ પદાર્થો ઉપરથી મમત્વભાવ ઓછો થતાં સમભાવ પ્રાપ્ત થાય છે. ચારિત્રધર્મમહારાજાની આ આજ્ઞા છે, એ ઉપદેશ છે. તેના આ ચારે મુખદ્વારા તે રાજા પોતાના નગરવાસીઓને સર્વ પ્રકારનાં સુખ પ્રાપ્ત કરાવી આપે છે. વિશ્વના સર્વ જીવોને માટે આ ચારિત્રધર્મમહારાજા અમૃત સમાન છે. અમૃત કેને