________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૭૯ ] નુસાર સત્ય ખેલવામાં પ્રવૃત્તિ તેથી શુભ આશ્રવ–પુન્ય ખંધ થાય છે. આશ્રવથી જીવા વારંવાર નવીન જન્મ લે છે. આઠમી સંવરભાવના જીવને કહે છે કે મિથ્યાત્વાદિથી આવતાં કર્મને અટકાવવા તે સંવર છે. મિથ્યાત્વની સામે સમ્યગ્દર્શન, અવિરતિની સામે વિરતિ-ઇચ્છાને નિરાય, કષાયની—ાધ, માન, માયા, લાભની સામે ક્ષમા, નમ્રતા, સરળતા અને સતેષ, મન, વચન, શરીરની પ્રવૃત્તિ સામે નિર્વિચાર, માન અને સ્થિરતા રાખીને તેના જય કરવા અને શુભ પ્રવૃત્તિવાળા ધર્મધ્યાનથી આરીદ્રધ્યાનના જય કરવા. નવમી નિર્જરાભાવના જીવને કહે છે કે તમારે સંસારના ખીજરૂપ કર્મ આત્મપ્રદેશથી છૂટાં પાડી નાંખવા. જુએ ફળને પાક એ પ્રકારે થાય છે. એક સ્વાભાવિક અને ખીજો પ્રયત્નથી. તેમ જીવને જે જે કર્મ ઉદય આવે છે તે તે ભાગવીને નિરવામાં આવે તે તે સ્વાભાવિક ગણાય છે. આવી અકામ નિર્જરા સર્વ જીવા કરે છે પણ તે ભાગવતાં જીવા બીજા નવાં કર્મ અજ્ઞાન રાગ-દ્વેષાદિથી અંધે છે એટલે કે તે તાત્ત્વિક નિર્જરા નથી, પણ આત્મભાન જાગૃત રાખવાપૂર્વક બાહ્ય અભ્યંતર તપની—ધ્યાનાદિની મદદથી - અપૂર્વ ઉત્સાહ અને પ્રમળ પુરુષાર્થથી જે કર્મ તેાડવામાં આવે છે તે સામનિર્જરા. જીવનાં સંસારના ખીજભૂત કર્મના નાશ કરવાને તે બહુ ઉપયોગી છે. દશમી ધર્મ સુઆખ્યાતભાવના જીવને કહે છે કે વીતરાગ પ્રભુએ દશ પ્રકારના ધર્મ બતાવ્યેા છે. તે પૂર્વાપર વિરાધ વિનાના છે, જીવાનુ કલ્યાણ કરનાર છે, દુર્ગતિમાં પડતા જીવાનેા બચાવ કરનાર છે. તે ધર્મ આ પ્રમાણે છે. જીવાનું રક્ષણ કરવું ૧, સત્ય મેલવું ૨, ચારી કરવી ૩, બ્રહ્મચર્ય પાળવું ૪, ધનાદિક પર મમત્વ ન કરવા પ, તપ કરવા ૬, ક્ષમા કરવી ૭,