________________
[ ર૭૬ ]
શ્રી કરવિજયજી નાબુદ કરે તે ચારિત્ર છે. આ પ્રમાણે કર્મ સંચયના જવા પછી આત્મા નિર્મળ સ્વરૂપે-સ્વસ્વરૂપે પ્રકાશી રહે છે, એટલે આ ચારિત્રધર્મ અતિસુંદર છે. આવા આત્માઓ લેકમાં પ્રસિદ્ધ હોય છે. તેમનામાં અનંત શક્તિ અને અનંત સદગુણે હોય તેમાં નવાઈ નથી. જગતને આ ધર્મ હિતકારી થઈ શકે છે. તે આત્મધર્મ આત્માની સમૃદ્ધિવડે પૂર્ણ હોવાથી સર્વ ગુણની ખાણ સમાન છે.
ચાર મુખ અને તેની શકિત–હે રાજન દાન, શિયળ, તપ અને ભાવના: આ તે રાજાના ચાર મુખનાં નામ છે. પ્રથમનું મુખ જેનસપુરના લોકોને પાત્ર પ્રત્યે દાન અપાવે છે, મેહને નાશ કરવા અર્થે જ્ઞાનનું દાન અપાવે છે, જગતને પ્રિય અભયદાન અપાવે છે તેમ તે લેકેને કહે પણ છે કે ધર્મના આધારભૂત દેહ છે તેને ટકાવી રાખવા મદદગાર થઈ શકે તેવા આહાર, પાણી, વસ્ત્રાપાત્રાદિ આપ, રહેવાને સ્થાન આપ. આ મદદથી પાત્રભૂત સાધુઓ આત્મધર્મની વૃદ્ધિ કરશે અને તેને લાભ બીજાઓને તેઓ આપશે. પોતાને મળેલ અનુભવરૂપ જ્ઞાનનું દાન તેઓ આહારાદિ આપનારને કરશે. તેઓ પિતે સર્વ જીવ અભય-નિર્ભય રહે તેવી પ્રવૃત્તિ કરે છે, બીજાઓને મરણનો ભય ન આપવા બોધ આપે છે, તેમ જ દીન, અંધ અને ગરીબોને દયાળુ લેકે આહારાદિ આપે છે, તેને તે મુખ નિષેધ કરતું નથી, પણ ગાયનું, અશ્વનું, ભૂમિનું, સુવર્ણનું અને તેવાં જ બીજાં દાન આપવાની ઈચ્છા તે બતાવતું નથી, કેમકે તેથી દાન દેનાર અને લેનારને ફાયદો થત નથી. આ પ્રથમ દાન નામનું મુખ સારા આશયને વધારનાર, આગ્રહને નાશ કરનાર અને અનુકંપા તરફ પ્રવૃત્તિ કરાવનાર છે.