________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૭૭ ]
શિયળ—ડે રાજન્ ! જે સાધુએ આ જૈનસત્પુરમાં રહે છે તેઓ જે આ શિયલ નામનું ખીજું મુખ કહે છે તે પ્રમાણે વન કરે છે. તે ઉત્તમ મનુષ્યા મન, વચન, શરીરવડે દઢ બ્રહ્મચર્ય પાળે છે. શિયળ એ સાધુઓનુ ભૂષણ છે, સર્વસ્વ ધન છે અને નિવૃત્તિનગરી તરફ જવામાં ઉત્તમ આલખન છે. જેએ તેની સંપૂર્ણ આજ્ઞા પ્રમાણે ચાલે છે તેને તે સંપૂર્ણ સુખ આપે છે. તે નગરમાં જેએ ગૃહસ્થરૂપે રહેલા છે તેએ પણ કેાઇ કાઇ તા સર્વથા અને કાઇ થાડે ભાગે પણ શિયળ પાળનારા હાય છે.
તપ—હે રાજન ! ચારિત્રધર્મરાજાનું આ તપ નામનું મનેાહર ત્રીજી મુખ છે. તે અનેક ઈચ્છાઓને ત્યાંના લેાકેા પાસે ત્યાગ કરાવે છે. ઇચ્છાઓને નિરોધ કરવાથી તે જીવા સુખી થાય છે. ઇચ્છાઓના નિરાધ કરવાથી આવતાં નવાં કમેમેથી તેએ ખચી જાય છે. કેટલીક વખત નિકાચિત પૂર્વ કર્મને નાશ પણ તેએ તે તપેાખળથી કરે છે એટલે વિશેષ જ્ઞાન, સંવેગ, સમતા, સાતા અને અન્યામાધ સુખ આપનાર આ મુખ છે. મહાસત્ત્વવાળા જીવા આ મુખની આરાધના કરીને લીલામાત્રમાં ઇચ્છિત વસ્તુ મેળવે છે અને નિવૃત્તિ( મેાક્ષ )ને પણ પ્રાપ્ત કરે છે. ભાવના—હે રાજન્ ! અનિત્યાદિ આર ભાવનાએ એ ચારિત્રધર્મ રાજાનું ચેાથું મુખ છે. તૂટી ગયેલી ધ્યાનની ધારાને તે સાંધી આપે છે, બુઝાઇ ગયેલા વૈરાગ્યદીપકને પ્રગટ કરે છે અને વસ્તુતત્ત્વના નિશ્ચય કરવામાં તે જીવને મેાટી મદદ કરે છે. પહેલી ભાવનાનું નામ અનિત્યતા છે. તે જીવને વિશ્વના તમામ પદાર્થોની અનિત્યતા સમજાવી કેાઇ પણ વસ્તુને એક સ્વરૂપે કાયમ ટકી રહેવાની ના પાડે છે. ખીજી અશરણુતા—