________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૭૫ ] પાછી શક્તિ પ્રગટ થઈ આવે છે. જ્યાં સુધી આ સિંહાસન અહીં પ્રકાશી રહ્યું છે ત્યાં સુધી રાજા, સૈન્ય, ગિરિ અને શહેર એ બધાં નિર્ભય અને સુખરૂપ છે. હે રાજન ! આ ચાર મુખવાળે ચારિત્રધર્મ રાજા તે ધર્મ છે. ધર્મના ચાર ભેદ છે: દાન, શિયળ, તપ અને ભાવ. ધર્મ તેજસ્વી છે, જગતના જીવને તે પરમ બંધુ છે. ધર્મને લઈને બાહ્ય અને અત્યંતર વિભૂતિઓ અને તેજ છે તે સર્વમાં આત્માનું વીય–શક્તિ-તેજ મુખ્ય છે આત્મશક્તિના બળથી જ આ બધું સુંદર છે. મોહ પણ આત્મજાગૃતિવાળાને પરાભવ કરી શકતો નથી. આત્મભાન હોય ત્યાં સુધી ચિત્તવૃત્તિ અને સમાધાનમંડપમાં મહામહાદિ પ્રવેશ કરી શક્તા નથી. કદાચ આત્મભાન ભૂલાય તેવા પૂર્વકર્મના સંસ્કારગે આત્મા પોતાની જાગૃતિમાં ન હોય ત્યારે મહામહાદિ ધર્મનો પરાજય કરે છે, તે પ્રસંગે તરત જ આત્મભાનમાં જાગૃત થતાં જીવવીર્યના પ્રકૃષ્ટ બળથી નવીન જીવનશક્તિ તેમના પરિવારમાં આવે છે અને મહામહાદિને નાશી જવું પડે છે. મતલબ હે રાજન્ ! આત્મવીર્ય જ્યાં સુધી પ્રકાશી રહ્યું છે–કામ કરી રહ્યું છે ત્યાં સુધી ચારિત્રધર્મ રાજાને પરિવાર નિર્ભય અને સુખી છે.
ચારિત્રધર્મ મહારાજા–હે રાજનઆ ચારિત્રધર્મ રાજા અતિ સુંદર છે, લેકમાં પ્રસિદ્ધ છે, અનંત વિવાન છે, અનંત ગુણવાન છે, જગતનું હિત કરનાર છે, કોશ અને દંડવડે સમૃદ્ધિવાન છે અને સર્વ ગુણોની ખાણ સમાન છે. ચારિત્ર એટલે વર્તન અને વર્તનમાં આવેલ ધર્મ તે ચારિત્રધર્મ છે. ધર્મની વાતો ઘણી સાંભળી હોય પણ વર્તનમાં ન આવે ત્યાં સુધી તેનાં ફળ પ્રાપ્ત થતાં નથી. આઠ કર્મને સંગ્રહ સત્તામાં રહેલ છે તેનો નાશ કરે–સત્તામાંથી તે સંગ્રહ ખાલી કરે–