________________
[ ૨૭૪ ]
શ્રી કપૂરવિજયજી
સાંભળવાથી, કેાઇએ મહત્ત્વનું કાર્ય કર્યું " હાય તેવા પ્રસંગા સાંભળવા કે જોવાથી, કોઇ નિરાધાર કે નબળા માણસને માર પડ્યાનું સાંભળવાથી મનુષ્યેાના મનમાં કાઇ અપૂર્વ લાગણી, અપૂર્વ ઉત્સાહ અને આવેશ પ્રગટી આવે છે, આ એક જાતનુ જીવનુ વીય—ઊંડાણુની આત્મશક્તિ છે. તે શક્તિ નિમિત્તોને લઇને વૃદ્ધિ પામે છે તેમ હાનિ પણુ પામે છે. આ પ્રમાણે ચિત્તની સમાધાન અવસ્થા અને વિષયાનું નિ:સ્પૃહપણું પ્રગટ થયા પછીથી જીવના વીર્યમાં અપૂર્વ વધારે થાય છે. આમ કાઇ પણ પ્રકારે જેએના મનમાં આત્માની શક્તિ સ્ફુરી રહે છે તે પરમ સુખી થાય છે. આવા સિંહાસન ઉપર તે પવિત્ર આત્મા ચારિત્રધર્મ બિરાજે છે. તે પ્રભુ જગતના જીવાના પરમખ’ધુ છે. નિષ્કારણ ઉપકારી છે. એ ચાર મુખવાળા, તેજસ્વી દેહધારી રાજા, તેના ઉજ્જવળ પરિવાર, તેનુ વિશાળ રાજ્ય, તેની મહાન્ વિભૂતિ, તેનું પ્રકાશ કરતું ઉત્કટ તેજ, એ સમાં–સની પ્રાપ્તિમાં આ જીવવી સિંહાસન જ મુખ્ય કારણ છે. આ સાત્ત્વિકપુર, ત્યાંના લેાકેા, વિવેક મહાગિરિ, અપ્રમત્તતા શિખર, જૈનપુર અને તેના લેાકેા, મંડપ, વેદિકા, રાજા ને તેના પરિવાર, વિશ્વમાં મહાન્ ઉત્તમ રાજ્ય અને જગતમાં શ્રેષ્ઠપણું તે સર્વ આ જીવવી સિંહાસનના મહાત્મ્યવડે જ પ્રગટ થયેલુ, ટકી રહેલુ છે તેમ જ વૃદ્ધિ પામે છે. જો આ જીવવીય રૂપ સિંહાસન આ રાજાની પાસે ન હાય તા મહામાહાદિ તેનેઆ સને પરાજય કર્યા વિના ન રહે. આ સિંહાસન જયાં સુધી વિદ્યમાન છે ત્યાં સુધી આ ચિત્તસમાધાન મંડપમાં મહામેાહાદિ પ્રવેશ કરી શકતા નથી. કેાઇ વખત મહામેહાદિ આ ચારિત્રધર્મ રાજાને પરાભવ કરે છે તે! જીવવીર્યના પ્રતાપથી તેના સૈન્યમાં