________________
[ ર૭૨ ]
શ્રી કપૂરવિજયજી સત્ય સ્વરૂપે પ્રકાશવા પછી અપ્રશસ્ત મેહની માફક આ પ્રશસ્ત મેહનો-તેના સત્કર્તવ્યનો પણ ત્યાગ કરે છે.
ચિત્તસમાધાન મંડપ–હે રાજન ! મનમાં ઉત્પન્ન થતાં વિકને વિચારબળથી શાંત કરવા તેનું નામ ચિત્તસમાધાન મંડપ છે. વિકપિની અનિત્યતા જાણીને, અસારતા સમજીને, દુખરૂપતા અનુભવીને તે ભાવી અકલ્યાણરૂપ સમજાયાથી તેના વિરોધી સારા વિચારબળવડે તે વિકપને મનમાંથી કાઢી નાખવા એ ચિત્તનું સમાધાન છે. આ સમાધાન કેઈના કહેવાથી કે કોઈના કહેલા વિચાર પ્રમાણે કરવાથી થતું નથી, પણ પિતાના અંતરંગ વિચારના બળવડે તેની પાસે બેસી દુઃખમયતા સમજાયાથી જે ચિત્તનું સમાધાન થાય છે તે જીવના વીર્યથી–આત્મશક્તિથી સમાધાન થયેલું ગણાય છે. આ સમાધાન મહાન સુખનું કારણ છે. આ ચિત્તસમાધાન મંડપ, વિશ્વના બંધુ તુલ્ય ચારિત્રધર્મ મહારાજાને બેસવા માટે વિધાતાએ-કર્મ પરિણામે બનાવેલ છે. “ચિત્તની શાંતિ થતાં તેમાં ચારિત્રધર્મને લાયક પરિણામો પ્રગટ થાય છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે કર્મ પરિણામની નિમળતાએ બનાવેલા આ સ્થાન ઉપર ચારિત્રધર્મરાજા બેસે છે.” જ્યાં સુધી જીવો આ ચિત્તસમાધાન મંડપને મેળવે નહિ ત્યાંસુધી આ ભવચક્રમાં આત્માના ખરા સુખને થડે પણ અંશ તેમને પ્રાપ્ત થતું નથી. અર્થાત ગમે તે ભેગે જીવેએ પોતાના ચિત્તનું સમાધાન–સમપરિણામ-શાંતિ મેળવવી જ જોઈએ. તે મેળવ્યા વિના આત્માને પ્રકાશ કઈ પણ વખત તે અનુભવી શકે જ નહિં.
નિઃસ્પૃહતા વેદિકા- હે રાજન એ ચિત્તસમાધાન મંડપની અંદર નિઃસ્પૃહતા નામની વેદિકા આવી રહેલી છે.