________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૭૧ ] છે. ત્રતામાં દોષ લાગતાં પેાતાના તે અશુભ કર્તવ્ય ઉપર દ્વેષ કરે છે. શુભ પ્રવૃત્તિરૂપ સામાચારીને લેાપ થતાં ક્રોધ કરે છે. પ્રવચનના વિરાધીઓ તરફ રાષ લાવે છે. કર્મની નિર્જરા થતાં ખુશી થાય છે. પ્રતિજ્ઞાના નિર્વાહ કરવામાં અભિમાન ધરાવે છે. પરિષહા આવી પડતાં અક્કડ–અડગ થાય છે. દેવા દિકના ઉપસર્ગ પ્રસંગે સ્થિર રહે છે. પ્રવચનની માલિન્યતા
થતી અટકાવે છે. ઇંદ્રિયાદિ ધૃતીને ઠગે છે. તપ કરવાને લાભ રાખે છે. મહાત્માઓની સેવા કરવામાં આસક્ત રહે છે. ધ્યાનચેાગમાં લીન થાય છે. પાપકાર કરવાની તૃષ્ણા રાખે છે. પ્રમાદરૂપ ચારેને મારે છે. ભવભ્રમણથી ડરે છે. આડે માગે જવામાં શરમાય છે. નિર્વાણુના માર્ગમાં પ્રયાણ કરે છે. વિષયાદિ સુખની હાંસી કરે છે. શિથિલ સમાચારથી ઉદ્વેગ પામે છે. પૂર્વ કાળમાં કરેલા દુષ્કર્મના શાક કરે છે. પેાતાના શિયળાદિમાં દૂષણુ લાગતાં તેની આત્મસાક્ષીએ અને ગુરુસાક્ષીએ નિંદા કરે છે. જિનેશ્વરની આજ્ઞાનું આરાધન કરે છે. ગ્રહણુ-આસેવનારૂપ એ પ્રકારની શિક્ષાની સેવના કરે છે. આ બધાં કાર્ય મહામેાહ રાજાનાં છે છતાં તે પ્રશસ્ત માહ છે. પ્રભુના મામાં મદદગાર છે. શત્રુભૂત મહામહના ત્યાગ જ કરે છે, પણ આ બધું બંધુ તુલ્ય હાવાથી તેએથી સદા તેએ વિંટાયેલા રહે છે અને તેથી તેમને આનંદ મળે છે. નિવૃત્તિમાં જવા અગાઉ નિવૃત્તિની લગભગ ભૂમિકા સુધી પહોંચ્યા પછી આ પ્રશસ્ત મેહના પણ તેઓ ત્યાગ કરે છે. પગમાં કાંટા વાગ્યા હાય તે જેમ કાંટા કાઢવા માટે પગમાં સાય આદિ બીજો કાંટા નાંખવા પડે છે; પણ કાંઢા નીકળ્યા પછી તે બન્ને કાંટાને મૂકી દેવામાં તજી દેવામાં આવે છે તેમ ક નીકળી ગયા પછી-આત્મા પેાતાના