________________
[ ૨૭૦ ]
શ્રી કપૂરવિજયજી મહરાજાનું ચતુરંગ બળ નાશ પામે છે, તેમની પ્રવૃત્તિ બંધ પડે છે, ચિત્તવૃત્તિ અટવીમાં પહેલાં જે કાંઈ જેવામાં આવતું હતું અને જે સર્વ પ્રાણીઓને દુઃખદાયી હતું તે સર્વ આ જેનપુરમાં રહેલા મહાત્માઓને માટે બધું નાશ પામેલું જ જણાય છે. સાધુઓ વડે કરાતા ધ્યાનાદિથી ચિત્તવૃત્તિ સર્વ ઉપદ્રવ રહિત પ્રકાશિત થઈ રહે છે. આ જેન સજજનો નિરંતર આનંદમાં રહેનારા છે, તેમને કોઈ પણ પ્રકારની પીડા થતી નથી, તે સર્વ આ નગરનો પ્રભાવ છે. ત્યાંના બધા રહેવાસીઓ નિવૃત્તિ નગરીમાં જવાના દૃઢ નિશ્ચયવાળા હોય છે. કેઈ ધીમું પ્રયાણ કરનારા હોય તો તેઓ વચમાં વિબુધાલય(દેવક)માં વિસામે લેવા
કાય છે. બાકી ત્યાંથી પાછા પોતાનું પ્રયાણ શરૂ કરી છેવટે સદા શાશ્વત શાંતિવાળી નિવૃત્તિપુરીમાં જાય છે. અહિંના લોકોનું વીર્ય જોઈને–આત્મશક્તિની અધિકતા દેખીને ભયભ્રાંત થયેલા મહામેતાદિ શત્રુઓ આ જૈન લોકોને દૂરથી જ ત્યાગ કરે છે.
પ્રશસ્ત મહામેહ–હે રાજન ! આ મહામહના બે વિભાગ છે: એક શત્રુભૂત અપ્રશસ્ત અને બીજે મિત્ર તુલ્યપરમ બાંધવ તુલ્ય પ્રશસ્ત મહ. અપ્રશસ્ત મહામહ જીને નિરંતર સંસારમાં રખડાવે છે. બીજા પ્રકારને પ્રશસ્ત મોહ તે જીવન નિર્વાણની ભૂમિકાની નજીકના ભાગ સુધી લઈ જઈ મદદ કરનાર છે. તેને સ્વભાવ જ એવો છે. તેને લઈને ત્યાંના લોકો દેખીતાં મેહને વશ હોય તેવાં કામ કરતાં નજરે પડે છે. જેમકે ભગવાનની મૂર્તિઓ તરફ તેઓ પ્રેમ રાખે છે. સ્વાધ્યાય કરવામાં આસક્ત બને છે. એક ધર્મ પાળનારા સ્વધમી બંધુઓ ઉપર નેહ રાખે છે. સદનુષ્ઠાનમાં પ્રીતિ રાખે છે. ગુરુદર્શનથી સંતોષ પામે છે. સન્માર્ગની પ્રાપ્તિથી હર્ષિત થાય