________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૬૯ ] મનવાળા સાધુઓનાં દર્શન થાય છે. તેમણે પોતાના આત્મબળથી મહામોહાદિને શક્તિ વિનાનાં બનાવી દીધાં છે. તે સર્વ જીવોના પરમ બંધુ છે, વિશ્વની સ્ત્રીઓને માતા તુલ્ય માને છે. ધન-ધાન્યાદિ બાહ્ય પરિગ્રહ અને કામક્રોધાદિ આંતર પરિગ્રહ તેમણે છોડી દીધા હોય છે. પોતાના શરીર ઉપર પણ તેમને મમત્વ હોતો નથી. કમળની માફક કર્મ અને ભેગથી નિલેપ રહે છે. સર્વ ક્રિયાને સાક્ષીભાવે જુએ છે. સત્ય અને હિતકારી પ્રિયવચન તેઓ બેલે છે. તે પણ જરૂર પડતાં વિચાર કરીને ઘણું થોડું બોલે છે. શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવું તે તેમનું નિશાન છે. શરીર ટકાવી રાખવા નિર્દોષ આહાર લે છે. તેમની બધી પ્રવૃત્તિ મહામહના નાશ માટે જ હોય છે. ચિત્તવૃત્તિ મહાટવી મેહરાજાના સેવકોથી ભરપૂર હોય છે ત્યારે આ જેનપુરીના મહાત્માઓ પિતાના આત્મસ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. તેમની આત્મસ્વરૂપમાં સ્થિરતા થતાં જ મહામહ અને તેને પરિવાર મુઠીઓ વાળીને ત્યાંથી નાશી જાય છે અને ક્યાં ગયા તેની ખબર પણ પડતી નથી. તે પ્રસંગે પ્રમત્તતારૂપ મહાનદી અત્યંત સુકાઈ જાય છે, તવિલસિત બેટ પૂરાઈ જાય છે, ચિત્તવિક્ષેપ મંડપ ભાંગી પડે છે, તૃષ્ણાવેદિક ઉખડી જાય છે, વિપર્યાસ નામના સિંહાસનના ચૂરેચૂરા થઈ જાય છે, અવિદ્યારૂપ મહામોહનું શરીર વિખરાઈ જાય છે, મહામહ નષ્ટ થઈ જાય છે, મિથ્યાદર્શન નાશ પામે છે, રાગકેશરી, દ્વેષગજેંદ્ર, મકરધ્વજ, વિષયાભિલાષ, તેની સ્ત્રી મૂઢતા, હાસ્ય, જુગુપ્સા, અરતિ, શાક, દુષ્ટાભિસંધી તેનાં બાળકો અને જ્ઞાનવરણાદિ ત્રણ રાજાઓ કે જાણે કયાં નાશી જાય છે કે તેને પત્તો જ લાગતું નથી. વેદ. નીયાદિ ચાર રાજાએ તેમને અનુકૂળ થઈ રહે છે. આ પ્રમાણે