________________
[ ૨૬૮ ]
શ્રી કપૂરવિજયજી
જાય
જ કેટલાક જીવા પાછા ભવચક્રપુર તરફ વળે છે. વિવેક પર્યંતને તેઓ જોઇ શકતા નથી. કેાઇ તે પર્વતને દેખે છે તેા તેના ઉપર ચડતા નથી. સાત્ત્વિક માનસપુરમાં વારવાર આવવા-જવા પછી કેાઈક જ વખત વિવેક પર્વત જોઇ શકાય છે. પર્વત દેખ્યા છતાં તે ઉપર ન ચડતાં સ્વેચ્છાચારી જીવા પાતે પેાતાના દુશ્મન થઇ પર્વતથી દૂર રહી પાછા ભવચક્રમાં છે. કાઇક વિવેક પર્વત ઉપર આરૂઢ થાય છે, છતાં અપ્રમત્તતા શિખરને જોઇ શકતા નથી, દેખવા છતાં તે અપ્રમત્તતા શિખર પર ચડતા નથી. કેાઇ ભાગ્યશાળી જીવ જ શિખર ઉપર આરૂઢ થાય છે ત્યારે તેએ ત્યાં રહેલા જૈનપુરને જોઈ શકે છે, કેમકે જૈનપુરનાં દર્શન થાય તેવી સામગ્રી મળવી ઘણી દુર્લભ છે. “ ચતુર્વિધ સંઘ અને દ્વાદશાંગીનું જ્ઞાનજિનેશ્વર પ્રભુનાં વચના એને જૈનપુર કહે છે. સાત્ત્વિક વૃત્તિ થયા પછી તેમાં લાંબે વખત સ્થિરતા થાય ત્યારપછી જ વિવેકજ્ઞાન પ્રગટે છે. વિવેકજ્ઞાન થયા પછી અપ્રમત્તદશા પ્રાપ્ત થાય છે. ઘણા જીવા સાત્ત્વિકવૃત્તિ એટલે માર્ગાનુસારીની પ્રવૃત્તિ સુધી જઇને અટકી પડે છે. કેટલાક ત્યાંથી વિવેકજ્ઞાન સુધી આવીને અટકે છે. કેાઇ ત્યાંથી પાછા પડે છે. કેાઇ જીવા અપ્રમત્તતા શિખર ઉપર આરૂઢ થાય છે ત્યારે જ તે વસ્તુતત્ત્વના ખરા ભાનને પ્રાપ્ત કરીને ઉત્તમ થનરૂપ જૈનપુરમાં પ્રવેશ કરી શકે છે. ”
આ જૈનપુર ગુણ અને વિષ્ણુદ્ધ પરિણામરૂપ સર્વ સુખના ધર તુલ્ય છે.
જૈનપુરના લાક—હે રાજન ! જૈનપુરના લેકે નિવૃત્તિમાને સાધનારા છે. તેમાં પ્રવેશ થતાં જ ઉત્તમ નિર્મળ