________________
[ ૨૬૬ ]
શ્રો કપૂરવિજયજી
66
ત્યારે આ ભવચક્રપુરમાં તેએનું મન રતિ-પ્રેમ પામતું નથી. સત્યાસત્યના વિવેકવાળા જીવાને આ સંસારમાં આસક્તિ રહેતી નથી. તેનું મન આત્માના સાચા સુખ તરફ વળે છે. તેઓ આ ભવચક્રના ત્યાગ કરીને આ મહાન્ ગિરિ ઉપર જ્યારે આરૂઢ થાય છે ત્યારે વિવિધ દુ:ખાના ત્યાગ કરીને મહાન્ આનંદના ભાગી થાય છે. ” વિવેક પ્રગટ થતાં સારાં કર્મો કરાય છે તેથી દુ:ખ થતું નથી અને આનંદ પ્રગટે છે.
આ નિર્મળ અને ઊંચા પર્વત ઉપર રહેનારા જીવાને હથેલીમાં રહેલી વસ્તુની માફક ભવચક્ર દેખાઇ આવે છે. ત્યારપછી તેઓ વિવિધ દુ:ખાથી ભરેલા ભવચક્રને દેખતાં જ તેનાથી વિરક્ત બને છે. વિવેકગિરિ તરફ પ્રેમ ખંધાતાં ભવચક્રથી વિરક્ત થાય છે, કેમકે તાત્ત્વિક રીતે આ ગિરિ ખરેખરા સુખનુ કારણ છે, એમ તેને નિશ્ચય થાય છે.
સત્યાસત્યને નિશ્ચય થતાં ભવચક્રનું ખરૂં સ્વરૂપ તે જીવ સમજી શકે છે. આત્મા તરફે પ્રેમ બંધાતાં ભવનાં દુ:ખાથી વિરક્ત થવાય તે સ્વાભાવિક છે. ’
66
ભવચક્રમાં રહેવા છતાં પણ આ વિવેકગિરિના મહાત્મ્યથી મનુષ્યા નિરંતર સુખી થાય છે. સત્ય ભાવનાવાળા જીવા સંસારમાં રહેવા છતાં નિલે`પ રહી શાંતિ અનુભવી શકે છે. અપ્રમત્તતા શિખર−હે રાજન્ ! વિવેક પર્વતનું આ અપ્રમત્તતા નામનું શિખર છે. “ ધન-ધાન્યાદિ, શરીર અને કર્મ એ સથી હું જુદા છું, આવી ભેદબુદ્ધિ તે વિવેકજ્ઞાન છે. વિવેકદૃષ્ટિ થવાથી ક્રેાધાદિ કષાયની નિવૃત્તિ થાય છે. આ