________________
[ ર૬૪ ]
શ્રી કપૂરવિજયજી શહેરમાં વસે છે. આ અંતરંગ નગર છે. નિર્મળ અધ્યવસાયરૂપ ગુણરત્નથી ભરપૂર ત્યાંના લોકે છે. તેમાં રહેનારા કેટલાકને સમ્યગદર્શનરૂપ બધિબીજની પ્રાપ્તિ થયેલી નથી હોતી, છતાં અધ્યવસાયની નિર્મળતા–સાત્વિક ભાવનાને લઈને તે લોકે દેવભૂમિમાં નિવાસ કરવાની લાયકાતવાળા હોય છે. બીજા સમ્યગ્દર્શનવાળા જીવો માટે તો કહેવું જ શું ? અર્થાત્ તેઓ તો નિર્વાણભૂમિકા સુધી પણ પહોંચી શકે છે. અનેક દોથી ભરપૂર ભવચક્રપુરમાં રહેવા છતાં સ્વરૂપથી તેમને તેના દોષો લાગી શકતા નથી. આ સાત્વિક માનસપુરમાં વિવેક નામને પર્વત રહેલો છે. જે નિર્ભાગી જીવો આ ભવચક્રપુરમાં રહેલા છે તેઓ તેના ખરા સ્વરૂપમાં આ સાત્વિક માનસપુર અને વિવેકપર્વતને જાણી શકતા નથી. જે અંતરંગ ભૂમિમાં નિર્મળ ચિત્તાદિ નગરો આવેલાં છે તે બધાં આ સાત્વિક માનસપુરાદિ સાથે સંબંધવાળા છે.
કર્મ પરિણામ રાજા મહામે હાદિને આ સાત્વિક માનસપુર ભેગવવા માટે આપતા નથી. શુભાશયાદિ રાજાઓની સાથે કર્મ પરિણામ રાજા પોતે જ આ નગરને ભેગવે છે અર્થાત આ નગર ઉપર તેની આજ્ઞા ચાલે છે. આ નગર વિશ્વમાં સારભૂત છે, તેમ જ મહામે હાદિના ઉપદ્રવથી રહિત છે. બાહ્ય લોકોને પણ આ નગર મનહર લાગવા સાથે આહૂલાદ ઉત્પન્ન કરનારું લાગે છે.
સાત્વિક માનસપુરનાં મનુષ્ય–જેઓ આ સાત્વિક માનસપુરમાં રહે છે તેમાં બહારના શેર્ય–વીયદિક ગુણે પણ હોય છે, જે બહિરંગ લેકે આ નગરમાં રહે છે તેઓ આ નગરના