________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૬૩ ] સમભાવ છે. કેવળ સ્વાર્થવશ વિષમ ભાવનાથી જ ઘણુ અનર્થ પ્રગટે છે, તેથી મૈત્રી, મુદિતા, કરુણા અને માધ્યએ એ ચાર ભાવનાઓનું યથાર્થ સેવન કરી આપણામાં પવિત્રતા, સંદર્ય અને જીવનએક્તા સાધવાની જરૂર છે.
(૫) જાતે સહન કરવું પણ તુચ્છ સ્વાર્થની ખાતર અન્ય કોઈને પ્રતિકૂળતા કરવી યા પીડા ઉપજાવવી તે વ્યાજબી નથી.
(૬) સહનશીલતા એ અજબ શક્તિ-વિધાયક ગુણ છે. (૭) પરોપકારરસિકતાથી જીવ ઊંચે દરજજે ચઢી શકે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૫૩. ] મહારાજા ગુણધારણ પ્રત્યે આચાર્યશ્રીનો સદુપદેશ.
| (ચારિત્રધર્મને અંતરંગ પ્રદેશ)
ચિત્તવૃત્તિ–હે રાજન ! ચારિત્રધર્મ મહારાજાને પરિવાર ચિત્તવૃત્તિ અટવીમાં જમણી બાજુના ભાગમાં આવેલ છે. આ તરફની ચિત્તવૃત્તિ સર્વ ઉપદ્રવોથી રહિત છે. ઉજજવળ અધ્યવસાયે એ જ ચિત્તવૃત્તિનો અખૂટ ખજાનો છે. આ સ્થળે રહેનારા આત્મજ્ઞ જીવડે કરાતા શુભ (શુદ્ધ) ધ્યાનયેગથી તે ચિત્તવૃત્તિ સદા પ્રકાશિત રહે છે. આ સ્થાનમાં રહેનારા જીવોના દર્શનથી પણ પાપનો નાશ થાય છે.
સાત્વિક માનસપુર-હે ગુણધારણ! ચિત્તવૃત્તિ અટવીમાં આવેલું આ સાત્વિક માનસપુર ઉત્તમ લેકેથી ભરપૂર છે. તેનો વિસ્તાર ઘણે મોટો છે. આત્મભાનમાં જાગૃત થયેલા અને તે સિવાયના પણ હૃદયની નિર્મળતાવાળા સર્વ લોકે આ