________________
[ ૨૬૦ ]
શ્રી કવિજયજી મોક્ષલક્ષ્મીના નાયક ! અને સર્વ મંગળના એક અનુપમ
સ્થાનરૂપ ! હું આપની પાસે કલ્યાણકારક ઉત્તમ બધિરત્ન(સમ્યકત્વ-ધર્મ)ની જ પ્રાર્થના-યાચના કરું છું.
[ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૯૨
ખરે તરણેપાયરૂપ એક નુકસે. અથાગ સંસારસાગરને પાર પામવા માટે દુર્લભ માનવભવરૂપી નકાને લાભ કુશળ નિયામક(જ્ઞાની)ની આજ્ઞાનુસારે લેવાય તે બેડો પાર થાય, નહીં તે સ્વછંદ વર્તનરૂપ પ્રમાદાચરણથી સ્વજીવનનૌકાની દુર્દશા થતી દેખીને મહાકરુણપ્રધાન જ્ઞાનીજનો તેને ખરે તરણેપાય હિત આણીને બતાવે છે.
સ્વછંદતોફાનથી સ્વજીવન–નૌકા વારંવાર અવળી દિશામાં ઘસડાઈ વિનાશ પામતી બચાવવા તેને નાંગરી, સ્વછંદતા તજી, સ્વસ્થિતિને વિચાર કરી, સ્વવર્તન સુધારી લેવા સૂચના દૂરથી કરતા રહે છે, તેને જે જીવ સાવધાન બની, પ્રમાદ તજી, ગ્ય આદર કરે તે એ ભવ્યાત્મા ક્ષેમકુશળ ભવસાગરને પાર પામી અત્યંત સુખી થઈ શકે છે. ગુરુદેવ તે માર્ગાનુસારી જીવને સમ્યક્ત્વરૂપી સાંકળને દઢ પકડી, બને તેટલી દઢતા રાખીને શુદ્ધ મજબૂત ચારિત્રરૂપી પાજે પહોંચી. ઉપર ચઢી આવવાને માટે સાધનરૂપ દેશવિરતિરૂપી કડાઓને પકડી લેવાનું કહે છે. તે પ્રમાણે બરાબર લક્ષપૂર્વક વર્તતે ભવ્યાત્મા સઘળા સ્વચ્છંદ–તોફાનના સપાટાઓથી બચી જઈ, અનુક્રમે ચારિત્ર પાજને સર કરીને