________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૫૯ ] ૩. રાગરૂપે સપના ઝેરથી મૂછ પામેલા એવા મેં જે દુષ્ટ કર્મ કર્યા છે તે સઘળાં કહેવાને પણ હું અશક્ત છું. છાનાં–છૂપાં પાપકર્મ કરનાર મુજને ધિક્કાર છે!
૪. ક્ષણમાં કામાસક્ત, ક્ષણમાં મુક્ત, ક્ષણમાં કેલવશ અને ક્ષણમાં સમાધારી એવા મને મહાદિકે વિવિધ ક્રીડાવડે જ મર્કટ (વાનર) જેવી ચેષ્ટા કરાવી છે.
૫. હે નાથ ! આપનો ધર્મ પામ્યા છતાં મન-વચન-કાયાના વ્યાપારથી થયેલા દુષ્કર્મોવડે મેં મારે માથે અગ્નિ સળગાવ્યા છે.
૬. હે નાથ ! આપ સરખા સમર્થ રક્ષણકર્તા છતાં મહાદિક ચોરટાઓ મારાં રત્નત્રયને હરી જાય છે, તેથી હતાશ થયેલ હા! હું હણાયે છું.
૭. હે નાથ ! હું અનેક તીર્થોમાં ફર્યો–ભ, તે સર્વમાં તારક (તારનારા) એક આપને જ જોયા, તેથી આપના ચરણે વળગ્ય છું, તો હવે મને તારે, તારો !
૮. આપના પસાયથી જ હું આટલી ભૂમિકા પા છું, તો હવે ઉદાસીનતા રાખી, મારી ઉપેક્ષા કરવી આપને યુક્ત નથી.
૯. હે તાત! આપ જ એક પૂર્ણ જ્ઞાતા છે, આપથી અધિક કોઈ અન્ય કૃપાવંત નથી અને મારી જેવો બીજો કોઈ કૃપાપાત્ર (કૃપા કરવાને લાયક) નથી, તેથી સર્વ વાતે કુશળ એવા આપ જેમ ઉચિત લાગે તેમ કરો. અન્યત્ર પણ કહ્યું છે કે-આપ સમે કોઈ બીજે દીનજનનો ઉદ્ધાર કરવામાં ધુરંધર નથી અને મારી જે બીજે કઈ કૃપાપાત્ર નથી, તેમ છતાં હું આ લોક સંબંધી સંપત્તિ માગતું નથી, પરંતુ હે ભગવન!