________________
[ ૨૫૮ ]
શ્રી કપૂરવિજયજી
૯. જૈનધર્મ જીવાને સ્વર્ગ અને મેાક્ષસુખરૂપી ફળને આપનાર અપૂર્વ કલ્પવૃક્ષ છે.
૧૦. શુદ્ધ ધર્મ કલ્યાણાથી જીવાના બંધુ, સુમિત્ર અને પરમગુરુરૂપ છે. અરે ! મેાક્ષમાર્ગમાં પ્રવૃત્ત થયેલાઓ માટે ધમ ઉત્તમ રથ સમાન છે.
૧૧. ચાર ગતિમાં ભ્રમણુ ( જન્મ-મરણ ) કરવારૂપ અનંત દુ:ખદાવાનળથી મળતી એવી મહાભયંકર ભવાટવીમાં હું જીવ ! અમૃતના કુંડસમા જિનવચનાનુ તુ આદરપૂર્વક સેવન કરી લે.
( અનંતા તાપથી સંતપ્ત એવા ગ્રીષ્મકાળ જેવા મરુદેશ મધ્યે હે ભવ્યાત્મા ! તુ શિવસુખદાયક જૈનધર્મ રૂપ કલ્પવૃક્ષને સેવી લે. )
૧૨. વધારે શું કહેવું ? તારે શુદ્ધ ધર્મનુ સેવન કરવા માટે એવા આદર (પુરુષાર્થ) કરવા કે જેથી આ ભયંકર ભવ–સમુદ્રના જલ્દી પાર પામી અનંત સુખવાળા શાશ્વત એવા મેાક્ષસ્થાનને તુ પ્રાપ્ત કરી શકે, એ જ આ દ્રુ ભ સાધન-સામગ્રી પામવાનુ ફળ છે. [ જે. ૧. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૯૦. ]
( શ્રીમદ્ હેમચંદ્રાચાય કૃત ) આત્મગસ્તિવના સંક્ષેપા
૧–૨. હે નાથ! આપના વચનામૃતના પાન(શ્રવણ)થી ઉત્પન્ન થતા વૈરાગ્ય તરંગા એક બાજુથી મને પરમાનંદની સંપત્તિ પમાડે છે અને એક બાજુથી અનાદિ સંસારવાસનાવડે વૃદ્ધિ પામેલા રાગરૂપી વિષને આવેગ મને અત્યન્ત મૂર્જિત કરે છે, તેથી હતાશ થયેલા હું શું કરું ?