________________
( ૨૬ ) સર્વથા દૂર રહેનાર, દશ પ્રકારની સમાચારીની વિરાધના કરનાર, કદાપિ પિતે કરેલા પાપની આલોચના નહિ કરનાર અને રાજકથા, દેશકથા,
સ્ત્રીકથા અને ભક્તકથાદિક વિસ્થા કરવામાં તત્પર રહેનાર” એમને ઉન્માર્ગપ્રસ્થિત આચાર્ય ગણવા–આ લક્ષણો ઉપરાંત આચાર્યનાં કર્તવ્ય તથા મોક્ષમાર્ગસંજક આચાર્યોનાં લક્ષણ પણ બતાવેલ છે. તેમ જ અસદ્દગુરુ અને સદ્દગુરુનાં લક્ષણે પણ સ્પષ્ટ રીતે બત વ્યાં છે. વળી સુશિષ્ય અને કુશિષ્યનાં લક્ષણે બતાવ્યાં છે. આચાર્ય–સાધુસાધ્વી, શિષ્ય-સુલભબધી-સંવિજ્ઞ પક્ષી આદિનાં લક્ષણો વર્ણવ્યાં છે. વૃદ્ધ-તરુણ સાધીના ભેદ તથા આચાર વિગેરે ૧૩૭ કલમ દ્વારા ગચ્છાચાર અને સાધુ-સાધ્વી, આચાર્યના આચાર ઉત્તમ રીતે જણાવેલ છે. આ પ્રત શ્રી આણંદવિમળસૂરિના શિષ્ય વાનર ઋષિએ રચેલી છે.
પૃ. ૧૫૨ થી શ્રી પર્વાધિરાજ પર્યુષણ પ્રસંગે સુગ્ય વર્તન, તપસ્યા અને આચાર કેવાં રાખવાં તે બતાવ્યું છે.
શ્રાવકેના ત્રણ પ્રકારઃ જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ. પ્રભુપૂજાના ભેદ, પ્રભુપૂજામાં ઉત્તમ શીતળ ચ દનને જ ઉપગ ઈષ્ટ છે, ઇત્યાદિ વિષયો ચર્ચા પછી પૃ. ૨૧૧ પર દ્રવ્યાનુગ અંતર્ગત સપ્તભંગીના ગૂઢ સ્વરૂપને વિચારે છે.
પૃ. ૨૧૯-ર૦. શ્રીમદ્દ યશોવિજયજીકૃત સમાધિતંત્ર અને સમતાશતકને ટૂંક સાર સમજાવે છે. બાદ એક જ આત્માના ત્રણ પ્રકારઃ બહિરાત્મા-અંતરાત્મા-પરમાત્માના સ્વરૂપનો ફોટ કરી શ્રીમદ્ આનંદઘનજીકૃત સુમતિનાથજીનું સ્તવન ટાંકે છે. બહિરાતમને પરમાત્માપદ પ્રાપ્તિની ચાવી બતાવે છે.
પૃ. ૨૩૧. શ્રુતજ્ઞાન અને જ્ઞાની પ્રત્યેને પૂજ્યભાવ કેવો હોય ? તે સમજાવ્યું છે. પૂ. ર૩૫. સાચું જ્ઞાન કોને કહેવાય અને તે શું આપે તે દર્શાવ્યું છે. તપને મહિમા અને આત્મજ્ઞાન મેળવવાની જરૂરીઆત પર ભાર મૂકતાં મહારાજશ્રીએ પોતાના જ્ઞાનનું નિદર્શન સારું કરાવ્યું છે. પૃ. ૨૩૯. સાચી ગુરુભક્તિ-એ વિષયને તે ન્યાય આપવામાં લેખકે