________________
( ૨ ) અર્પણ –એ કડીઓ યાદ આવે છે અને એમનામાં આવી સાચી પ્રભુપ્રીતિ–વિશ્વપ્રેમ-ગુણપ્રેમ–ચારિત્રપ્રેમ-કેટલા પ્રમાણમાં ઉભરાતાં હશે તેને ખ્યાલ આવી શકે છે.
૫. ૧૦૮. આત્મધર્મ અથવા ખરે પિતાનો ધર્મ, એ વિષય પર કલમ ચલાવે છે. આત્માનો સ્વભાવ જ્ઞાન છે એ પર ભાર મૂકે છે. અને ધર્મ એટલે ? “ જે વિચારો, જે વચનો અને જે આચરણો આત્માને પોતાના સ્વભાવ ભણી આકર્ષ અથવા સ્વભાવમાં જડે તે ધર્મ છે. ” અથવા તો “ધર્મ આત્માના પિતાના સ્વભાવ કે ખરી પ્રકૃતિ તરફ આકર્ષે તે” એ પ્રતિપાદન કરે છે. આ સંબંધમાં સ્પષ્ટતા કરતા કરતા, પરમાત્મા સુધી પહોંચવાની નીસરણ તે ધર્મ, એ જણાવતાં શ્રી યશોવિજયજી મહારાજના સીમંધરસ્વામીના સ્તવનની તથા શ્રી દેવચંદ્રજી મહારાજના ‘ઋષભજિસુંદશું પ્રીતડી ” એ સ્તવનોનો હવાલો આપી આત્મધર્મની અલૌકિકતા બતાવે છે, જે વિના મુક્તિ શક્ય નથી.
૫૧૧૭ થી મહારાજજી ગચ્છાચાર પન્ના-પ્રકીર્ણકની સરળ વ્યાખ્યા આગમ અનુસાર કરે છે. ગચ્છનો જ્ઞાનાચાર અથવા ગણમર્યાદારૂપ આચાર છે ? શાસ્ત્રમર્યાદા વિનાના ઉન્માર્ગગામી ગચ્છમાં હોય તે શું ફળ પામ ? કેવા સાધુ-કેવા આચરણથી ભવભ્રમણ કરે ત્યાં પાર પામે ? સુગુણગચ્છ-સુગુણ આચાર્ય વડે જ હોય તેવા આચાર્યનાં લક્ષણ શાં ? આ સુંદર વિષય ચર્ચતાં તેઓશ્રી ખૂબ ખીલ્યા છે.
સુગુપ્તિમાન-સુયુક્તિવાન-સુઉત્તમ આચાર્ય મહારાજ જ ગચ્છના મેઢીભૂત આલબનરૂપ, સ્તંભ જેવા આધારભૂત, નેત્રની જેવા ઉપયોગી અને છિદ્ર વગરના નાવની પેઠે ભવસાગરને પાર પમાડવા લાયક હેવાથી એવા સુગુણ આચાર્યની પરીક્ષા કરવી ”. તેમજ “ સ્વચ્છદાચારી, દુરશીલ, આરંભ-ત્રસસ્થાવર જીવોને ઘાત, સરંભ–વધસંકલ્પ અને સમારંભ-પરિતાપનો પ્રવર્તક, બાજઠ-પાટ–પાટલા પ્રમુખ વગર કારણે વાપરનાર, અપકાય છેને અનેક રીતે ઘાત કરનાર, અહિસાદિ મૂળગુણ અને પિંડવિશુદ્ધિ પ્રમુખ ઉત્તરગુણથી ભ્રષ્ટ,