________________
લેખ સંગ્રહ : ૩ :
[ ર૫૩ ] વિશુદ્ધિ જ હતું. આત્મસંયમ વગર આંતરવિશુદ્ધિ કયાંથી થાય? આંતરવિશુદ્ધિ વગર અપરાધી જને ઉપર પણ અદ્દભુત ક્ષમા કયાંથી રહે? અને એવી ઉત્તમ અદ્દભુત ક્ષમા વગર અહિંસા ધર્મનું યથાવિધ આરાધન કયાંથી થાય?
આત્માના સ્વાભાવિક જ્ઞાનાદિક ગુણેની રક્ષા જેથી થાય એવા ઉત્તમ આચારવિચારનું સેવન કરવું, નિર્દોષ વાણું જ વરવી અને વિષયકષાયાદ પ્રમાદથી વેગળા રહેવું એ જ અથવા મન, વચન, કાયાને લગારે દૂષિત થવા ન દેતાં નિજ આત્મ-સ્વભાવમાં સદા ય જાગ્રત રહેવું એ જ ખરી આત્મદયા અને અન્ય એગ્ય જીવોમાં પણ જાગૃતિ પ્રેરવી તે જ ખરી ભાવદયા કહી શકાય. આ વિશુદ્ધ ભાવ પેદા કરવા માટે જ શાસ્ત્રોક્ત વ્યવહાર કરશું કરવી ઘટે છે. દયાનું સ્વરૂપ સારી રીતે સમજી તેનું યથાવિધિ પાલન કરવા પ્રવર્તનાર ઠીક લાભ મેળવી શકે છે. લક્ષ વગરના બાણની જેમ સમજણ વગરની શૂન્ય દયાવડે સ્વકાર્યસિદ્ધિ થઈ શકતી નથી, તેથી જ નિજ લક્ષ્ય સુધારી સહુએ પ્રવર્તવું જોઈએ.
[જૈ. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૫૫ ]
( શ્રી જિનપ્રભસૂરિત) આત્મનિન્દા અષ્ટકને સંક્ષેપાર્થ. ૧. સુગુરુનું હિતવચન શ્રવણ કરી, તેની ઉપર સારી રીતે શ્રદ્ધા રાખી, ગ્રહવાસ તજીને દીક્ષા અંગીકાર કરી, શાસ્ત્રને અભ્યાસ કરી, વિવિધ તપવડે કાયાને શાષવી, જે ધર્મધ્યાન માટે સમય આવ્યે એટલામાં વિજળીના જેવી વસમી (ભયં