________________
[ ૨૫૪ ]
- શ્રી કપૂરવિજયજી કર) એચિંતી મહરાજાની ધાડ આવી પડી, તેથી હતપ્રહત થયેલા અમારે કયાં જવું?
૨. સાધુના એક પણ મહાવ્રતને ખંડિત કરી કે ભાંગીને દુર્ગતિમાં પડતા એવા જીવને ભગવાન પોતે પણ રક્ષવાને સમર્થ નથી, તો તે સઘળાં મહાવ્રતાદિકને વિરાધી, દુષ્ટ મનને ધારી રહેલા એવા અમને કેટલો દંડ સહન કરવો પડશે? (કેટલાં જન્મ, મરણ કરવાં પડશે ?) તે કેવળી ભગવાન જાણે.
૩. કેડે ચલપટો પહેરી, શરીર ઉપર વેત કપડું ઓઢી, મસ્તકે કેશ લેચ કરી, ખંભે કામળી નાખી, કાખમાં રજોહરણ રાખી અને મેઢે મુહપત્તિ રાખી ધર્મલાભરૂપી આશીષ દેતાઆ રીતે સ્વજીવનનિર્વાહને માટે બાહ્ય વેષને આડંબર કરતા એવી અમારી શી ગતિ થશે? તેની અમને ખબર પડતી નથી.
૪. ભિક્ષા, પુસ્તક, વસ્ત્ર, પાત્ર, વસતિ (નિવાસસ્થાન) અને ઓઢવાનાં કપડાં મેળવવામાં લુબ્ધ બનેલા અમે નિત્ય મુગ્ધજનોને ઠગવા માટે બહુ કષ્ટ સહિત શ્રમ ઉઠાવીએ છીએ; એ રીતે જે આત્માથીપણે ક્ષણમાત્ર પણ પ્રમાદ-વૈરીને ત્યાગ કરી આત્મસાધન માટે અમે પ્રયત્નશીલ થઈએ તો સર્વાર્થસિદ્ધિ યાવતું મોક્ષપ્રાપ્તિ પણ થઈ શકે.
૫. અમે હજારેગમે પાખંડ કેળવ્યાં, ગ્રંથને ઘણે અભ્યાસ કર્યો, લોભ અને અજ્ઞાનના વશથી લાંબે વખત ઘણાં તપ મૂઢપણે સેવ્યાં, કઈ કઈ સ્થાને કઈ રીતે ગુરુ બનીને હર્ષ પામ્યા, પરંતુ કર્મ કલેશને જેથી નાશ થાય એવાં ઉત્તમ કામ હજીસુધી નથી કર્યા; બાહ્યાડંબર બહુ બહુ કર્યો તે લોક