________________
લેખ સંગ્રહ : ૩ :
[[ ૨૪૭ ] “સારભૂત ઉપદેશ.” ભાવ પ્રમાણે ફળ-આત્મા શુભ પરિણામમાં વતે છે કે અશુભ પરિણામમાં વર્તે છે તે નિજ આત્મા જ જાણે છે, બીજો કઈ જાણી શકતો નથી; કેમકે બીજાની ચિત્તવૃત્તિ જાણવી મુશ્કેલ છે, માટે જેમ આત્માને સુખકારી થાય તેમ વિવેકથી આત્મલક્ષપૂર્વક ધમકરણું કરવી યોગ્ય છે. આત્મલક્ષ્ય વગરની ઉપયોગશૂન્યપણે કરેલી કરણી નિષ્ફળપ્રાય થાય છે, માટે દરેક ધર્મકરણી જેમ બને તેમ સાવધાનપણે જ કરવાની જરૂર છે (જેથી કરેલી કરણું અલેખે ન થાય.). જે જે સમયે જીવ જેવા શુભાશુભ ભાવમાં વતે છે તે તે વખતે તેવા શુભાશુભ કર્મને બંધ તે કરે છે.
અભિમાનથી થતી ખુવારી–જે મદ (અભિમાન) કરવાથી ધર્મ પ્રાપ્ત થતો હોત તો શીત, તાપ અને વાયરાથી વ્યાહત એવા બાહુબલી મુનિને એક વર્ષ પર્યન્ત આહારપાણી વગર કલેશ પામવો પડત નહીં. (તારણુતરણ) શ્રી ગુરુમહારાજની હિતશિક્ષા વિના સ્વછંદપણે સ્વકપોલકલિપત વર્તનવડે શી રીતે પરભવનું હિત થઈ શકે? આત્માથી શિવેએ તે અવશ્ય (ગૃહસ્થ કે ત્યાગી) સુગુરુનું આલંબન લેવું જ જોઈએ.
અહંકારી, કૃતઘ, અવિનીત, ગર્વિષ્ટ અને અનમ્ર (અકકડબાજ ) એવા શિષ્ય સાધુજનેમાં નિન્દાપાત્ર બને છે અને લેકમાં પણ હેલના ગ્ય થાય છે, તેથી જ નમ્રતા ધારવી એગ્ય છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૫૯ ]