________________
[ ૨૪૮ ]
શ્રી કરવિજયજી નિર્મમત્વ, ૧. મમત્વથી લેભ ઉત્પન્ન થાય છે, લેભથી રાગ ઉત્પન્ન થાય છે, રાગથી છેષ ઉત્પન્ન થાય છે અને દ્વેષભાવ ઉત્પન્ન થવાથી દુખની પરંપરા પ્રાપ્ત થાય છે, તેથી નિમમત્વ જ ઉત્કૃષ્ટ તત્ત્વ છે, નિર્મમત્વ જ ઉત્કૃષ્ટ સુખ છે અને નિર્મમત્વને જ જ્ઞાની પુરુષોએ મેક્ષનું ઉત્કૃષ્ટ બીજ કહેલું છે. જે આત્માને વિષે નિર્મમત્વની નિરંતર નિશ્ચળ સ્થિતિ થઈ હોય તે તે સંસારને છેદી ઉત્કૃષ્ટ મોક્ષસુખ આપે છે.
૨. જે દ્રવ્યને સંચય કરવા જીવ અતિ–ઘણું મમતા રાખે છે તે દ્રવ્ય સર્વ પ્રકારના અનર્થોનું મૂળ છે, મોક્ષસુખને નાશ કરનાર છે, કષાને ઉત્પન્ન કરે છે અને અનેક સંકલ્પ– વિકલ્પના વમળમાં નાંખી જીવને ભારે દુઃખ-ત્રાસ ઉપજાવે છે.
૩. હે જીવ! તે આ સંસારમાં પરિભ્રમણ કરતાં અનેક વાર દ્રવ્યપ્રાપ્તિ કરી કરીને તેને તજેલ છે, તે ફરી તેમાં પ્રીતિઆસક્તિ–મમતા કરવી તે ભેજન કરેલા અન્નને વમન કરી પાછું તેને જ ગ્રહણ કરવાની જેમ અત્યંત અગ્ય છે.
૪. આ જગતમાં કયે મનુષ્ય ધનને સાથે લઈને પરલોકમાં ગયે છે? કઈ જ નહીં, ત્યારે શા માટે તૃણારૂપી તાપથી સંતપ્ત બની તું ફેકટ પાપકર્મ બાંધે છે? વૈરાગ્યવડે અતિ લોભ-તૃષ્ણ-મમતાને ત્યાગ કરીને તું સુખી થા.
૫. વિપરીત બુદ્ધિવાળે જીવ જેમ જેમ મમતા કરે છે અને વધારે રહે છે તેમ તેમ તેને ચોતરફથી પાપકર્મને બંધ થયા કરે છે.