________________
[ ૨૪૬ ]
* શ્રી કપૂરવિજયજી - ઉત્તર–દધિવાહન રાજાની પુત્રી સાથ્વી ચંદનબાળાને સહસ્ત્રગમે રાજપુત્રાદિક માર્ગમાં જતાં માન આપતા હતા તે પણ તે સાધ્વીજી મનમાં લગારે ગર્વ કરતા ન હતા, એમ સમજીને કે એ સર્વ ચારિત્રધર્મને જ પ્રભાવ છે. એવી રીતે ડહાપણથી સંયમમાર્ગમાં વિચરતા હતા. ચારિત્રમાં સ્થિર કરવાની બુદ્ધથી ગુરુમહારાજની આજ્ઞાવડે પોતાના ઉપાશ્રયે આવેલા એક દિવસના દીક્ષિત ભિક્ષુક–સાધુની સન્મુખ આવી ચંદનબાળા સાધ્વીજીએ તે નવદીક્ષિત સાધુને બહુમાનપૂર્વક વંદના કરી, બે હાથ જેડી, સન્મુખ ઊભા રહી, ત્યાં પધારવાનું પ્રયોજન પૂછ્યું. એવા પ્રકારનો વિનય સર્વ કઈ આત્માથી સાધ્વીઓએ રાખ જોઈએ.
સો વર્ષની દીક્ષિત સાધ્વીએ આજના નવદીક્ષિત સાધુનો પણ વિનય–સમુખગમન, વંદન અને નમસ્કાર વિગેરેથી સાચવવાનો કહ્યો છે.
આજકાલ આ બાબતમાં બહુ ઉપેક્ષા યા વેચ્છાચારથી વર્તતાં ઉક્ત શાસ્ત્રાજ્ઞાનું ઉલ્લંઘન થતું દેખાય છે, માટે તેમ ન થતાં શાસ્ત્રમર્યાદા સચવાય તેમ થવું જોઈએ.
પ્રશ્ન ૪–વૃદ્ધ (સંયમપર્યાયથી વડેરા) સાધ્વીજીએ પણ નવદીક્ષિત સાધુને વિનય શામાટે કરે?
ઉત્તર–તેનાં કારણમાં ધર્મ પુરુષથી પેદા થયેલ છે, પુરુષરનેએ ઉપદિશ્ય છે, ધર્મમાં પુરુષની પ્રધાનતા છે અને લોકમાં પણ પુરુષ વડે ગણાય છે, તો સર્વોત્તમ ધર્મમાં તે વિષે કહેવું જ શું ?
[ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૫૭. ]