________________
૧.
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૪૫ ] (૫) ગંભીર–ગમે તેવી મર્મની વાતને જીરવી શકે એવા અને અનેક ગુણરત્નથી રત્નાગર(સાગર)ની જેમ ભરેલા હોય.
(૬) ધૃતિમાન ધીરજવાન અથવા સંતોષવાન હેય.
(૭) ઉપદેશપર–ભવ્યજનેને સદુપદેશવડે શુદ્ધ અને સરલ એ મોક્ષમાર્ગ બતાવવા સાવધાન.
(૮) અપરિશ્રાવી–આલોચના (પ્રાયશ્ચિત્ત) લેનારે પોતે પ્રકાશેલાં અકૃત્યને કેઈની પાસે પ્રગટ નહિ કરે એવા.
(૯) સૌમ્ય-ચન્દ્રની જેવા શાન્ત–શીતળ પ્રકૃતિવાળા.
(૧૦) સંગ્રહશીલ-ગ૭ના હિતને માટે જોઈતાં ઉપકરણે સંગ્રહી મૂછ–મમતા રહિત તેને ઉપગ કરનારા.
(૧૧) અભિગ્રહમતિ–વિવિધ પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવભેદે ગોચરી પ્રસંગે અભિગ્રહ ધારવાવાળા.
(૧૨) અવિકલ્પણ-સ્વપ્રશંસા કે પરનિન્દાદિકને નહીં કરનાર, ધર્મવ્યાપારમાં જ સાવધાન રહેનાર.
(૧૩) અચપળ-જેણે મન, વચન અને કાયાની ચપળતા નિવારી છે એવા સ્થિરતાવંત.
(૧૪) પ્રશાન્તહૃદય-જેમનું હૃદય કે ધાદિક કષાયથી વિશેષ મુક્ત થયું હોય એવા.
શુદ્ધ ધર્માચાર્યમાં ઉપર કહેલા ગુણે અવશ્ય હોવા જોઈએ.
પ્રશ્ન ૩–સાધ્વીઓએ સાધુજને પ્રત્યે કેવી નમ્રતા રાખવી અને પોતાને માન મળતાં શું ભાવવું?