________________
[ ૨૪૪ ]
શ્રી કરવિજયજી આત્માથી જનેને ખાસ ઉપયોગી બને.
પ્રશ્ન ૧-ધર્મશાસ્ત્ર સાંભળતી વખતે કેવી નમ્રતા રાખવી જોઈએ?
ઉત્તર-મંગળમૂર્તિ મહાવિનયવાન અને સંપૂર્ણ શ્રુતજ્ઞાની મહાવીર પ્રભુના પ્રથમ ગણધર શ્રી ગતમસ્વામી જેમ સર્વ વાતને જાણતાં છતાં પણ ભગવાન જે જે ભાવ પ્રકાશતા તે તે સર્વ ભાવોને અત્યન્ત પ્રેમપૂર્વક સાંભળતા પણ મનમાં લગારે ગર્વ આણતા નહીં તેવી રીતે સકળ શ્રોતાજનેએ વર્તવું.
જેમ રાજા મહારાજાની આજ્ઞાને પ્રજાજનો અથવા મંત્રી વિગેરે માથે ચડાવી પ્રમાણ કરે છે તેમ શ્રોતાજનેએ ગુરુમહારાજના મુખમાંથી નીકળેલાં પ્રમાણિક વાકયને બે હાથ જોડી પ્રમાણ કરવાં, અર્થાત્ “તહર” કહીને માન્ય કરવાં.
પ્રશ્ન ૨–ધર્મગુરુ કેવા ગુણવંત જોઈએ ? ઉત્તર–પ્રતિરૂપાદિક(૧૪) ઉત્તમ ગુણવડે અલંકૃત જોઈએ –
(૧) પ્રતિરૂપ-જેમની મુદ્રા જોઈને શ્રી મૈતમાદિક મહામુનઓનું સ્મરણ થઈ આવે.
(૨) તેજસ્વી–જેમના તપતેજ પાસે પાખંડી લોકો કેવળ અંજાઈ જાય એવા પ્રતાપશાળી.
(૩) યુગપ્રધાનાગમ–જેમની સરખામણીમાં વર્તમાન સમયમાં કેઈ આવી ન શકે એવા પ્રખર જ્ઞાનવંત.
(૪) મધુરવાય-જેમની વાણી દૂધ-સાકરથી કે મધથી પણ મીઠી હોય જેથી તે શ્રેતાજનને ઘણું જ પ્યારી લાગે.