________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૨૪૩ ] અને ફરીથી એવું પાપ નહીં કરવાને માટે નિયમ છે. આ બને બાબત મને બહુ સમ્મત છે તેથી હું અરિહંત ભગવન્તની તથા કલ્યાણમિત્ર એવા ગુરુમહારાજની હિતશિક્ષાને અંતરથી ઈચ્છું છું. મને આ અરિહન્તાદિક સાથે ઉચિત એગ પ્રાપ્ત થાઓ ! અરિહંતાદિકના સંયેગવાળી આ મારી પ્રાર્થના સફળ થાઓ ! આ પ્રાર્થનાને વિષે મને બહુમાન ઉત્પન્ન થાઓ ! અને આ પ્રાર્થનાથી મને મોક્ષના બીજરૂપ શુભાનુબંધી કર્મ-પુણ્યાનુબંધી પુન્યની પ્રાપ્તિ થાઓ! અરિહંતાદિકને સુગ પ્રાપ્ત થયે છતે હું તેમની સેવાને લાયક થાઉં, તેમની આજ્ઞા પાળવાને લાયક થાઉં, તેમની ભક્તિ વડે
ગ્ય બનું અને અતિચાર રહિતપણે તેમની આજ્ઞાને પારગામી થાઉં.
પ્રશ્ન-હવે સુકૃત્યની સેવા-અનુમોદનાની રીતિ પ્રકાશશે ?
ઉત્તર-હા, મોક્ષનો અભિલાષી સતે આત્મવીર્ય ગેપડ્યા વગર હું સુકૃત્યને એવું છું. સર્વે તીર્થકરેના ધર્મકથાદિક અનુષ્ઠાનને હું અનુમોદું છું. એ જ રીતે સર્વ સિદ્ધોના સિદ્ધપણને, સર્વ આચાર્યોના આચારને, સર્વ ઉપાધ્યાયેના સુત્રપ્રદાનને, સર્વ સાધુઓની સ્વાધ્યાયધ્યાનાદિ શુભકિયાને તથા સર્વ શ્રાવકોના વૈયાવચ્ચાદિક મેક્ષસાધનના વેગોને તેમજ આસન્નભવ્ય અને શુદ્ધ આશયવાળા ઈન્દ્રાદિક દેવાના અને સામાન્ય રીતે સર્વ જીવોના કુશળયેગને-માર્ગાનુસારીપણાને હું અનુદું છું.
[ જે. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૩૯૧. ]