________________
[ ૨૪૨ ]
શ્રી કપૂરવિજયજી
સમાન તથા મેાક્ષદાતા એવા કેવળીભાષિત ધર્મનું મને જીવિત પન્ત શરણુ હા !
પ્રશ્ન-દુષ્કૃત્ય(પાપકર્મ)ની નિન્દા કેવી રીતે કરવી તે પ્રકાશશે?
ઉત્તર-હા, ઉક્ત ચારે શરણુ આદરી હું દુષ્કૃત્ય-નિન્દા કરું છું. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી તથા અન્ય માનવાલાયક-પૂજવાલાયક અધિક ગુણીજના વિષે, તેમ જ માતા, પિતા, બંધુ, મિત્ર, ઉપગારી જને વિષે, અથવા સામાન્યત: સમ્યક્ત્વાદિક માર્ગમાં રહેલા અથવા માર્ગમાં નહીં રહેલા એવા સર્વ જીવા વિષે, અથવા માર્ગને સહાયકારી પુસ્તકાદિકને વિષે અને અસહાયકારી ખગાદિકને વિષે મે જે કંઇ અવિધિ ભાગાદિકવડે શરીરથી નહીં આચરવાયાગ્ય અને મનથી નહીં ઇચ્છવાયેાગ્ય, નાનુ કે મેાટુ' પાપાનુબંધી પાપ, વિપરીતપણે આચર્યું... હાય, તે પણ મન, વચન કે કાયાવડે કર્યું, કરાવ્યુ કે અનુમૈદ્ય હાય, તે પણ રાગ, દ્વેષ કે મેહવડે આ જન્મમાં કે અન્ય અતીત જન્મામાં જે કાંઇ વિપરીત આચયું... હાય એ સર્વ દુષ્કૃત્ય નિન્દવા તેમજ તજવા ચેાગ્ય છે એમ કલ્યાણમિત્ર એવા ગુરુમહારાજના વચનથી જાણ્યુ છે અને આ એમ જ છે એ પ્રમાણે શ્રદ્ધાથી મને રુચ્યું છે તેથી અરિહંત અને સિદ્ધની સાક્ષીએ આ ત્યાગ કરવા લાયક સર્વ દુષ્કૃત્યને હુ નિન્દુ-ગહુ છું. આ સંબધમાં કરેલું મારું પાપ મિથ્યા થાઓ, એમ ત્રણ વાર હું મારીી માગું છું.
પ્રશ્ન-કરેલા પાપની માી માગવાની સફળતા શી રીતે થાય ? ઉત્તર-ઉક્ત પાપની નિન્દા-ગોં મારે ભાવરૂપ થાઓ