________________
[ ૨૩૮ ]
શ્રી કપૂરવિજયજી ચારિત્ર સેવવા ચેતન સમર્થ થાય તે જ ખરું આત્મજ્ઞાન લેખાય. ખરા આત્મજ્ઞાનીની તત્ત્વશ્રદ્ધા નિર્મળ હોય છે. આત્મજ્ઞાન ને આત્મશ્રદ્ધા, આત્માના અનંત ગુણોને પ્રગટ કરવા અસાધારણ કારણરૂપ અને ચારિત્રના પાયારૂપ છે, તેથી જ તે ખાસ આદરવા યોગ્ય છે. ઉક્ત આત્મજ્ઞાન પામ્યા વગર આ ભવાટવીમાંથી છૂટવું અસંભવિત છે અને આત્મજ્ઞાન સહિત શુદ્ધ ચારિત્રકરણ એ આ ભવદાવાનળથી બચવાને અમેઘ ઉપાય છે. સમગૂ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીનું યથાર્થ સેવન (આરાધન) કરવાથી જન્મ-મરણને જલ્દી અંત આવે છે અને અક્ષય સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. સમ્યગદશન( સમકિત )ની અને ચારિત્રની પ્રાપ્તિ, રક્ષા ને પુષ્ટિ કરવામાં ઉક્ત આત્મજ્ઞાન અત્યંત ઉપયોગી છે. તે વગરના બીજા આડંબરી કે નકલી જ્ઞાનમાત્રથી તે આપણે
જ્યાં ત્યાં નકામે ડહાપણને ડેળ બતાવી આપણું મનુષ્યત્વ ગુમાવીએ છીએ, તેમ જ આપણે હાથે જ બેવકૂફ બનીએ છીએ.
ખરા આત્મજ્ઞાની હોય તે એવી ભૂલ ન જ કરે. શમ-દામરૂપી સ્વાભાવિક શીતળતાને પેદા કરી પુષ્ટિ આપનારા લેશમાત્ર આત્મજ્ઞાનને પણ અદ્દભુત પ્રભાવ છે, તે પછી ઉક્ત જ્ઞાનામૃતમાં જે મહાનુભાવ સદા નિમગ્ન રહે છે તેનું તે કહેવું જ શું ?
એવા ઉત્તમ જ્ઞાનના પ્રભાવથી સ્વરૂપસ્થિરતારૂપ શુદ્ધ ચારિત્રરત્નની પ્રાપ્તિ થતાં, આત્મા સર્વ પરભાવથી વિરક્તનિસ્પૃહ બને છે.
પૂર્વે મહાત્માઓએ આત્મજ્ઞાનની પ્રાપ્તિથી શુદ્ધ ચારિત્રને લાભ પામીને આત્માની અનંતી ગુણસંપદા જેમ સ્વાધીન કરી છે તેમ વર્તમાનકાળમાં તેમ જ ભવિષ્યકાળમાં પણ અનંતા