________________
લેખ સંગ્રહ : ૩ :
[ ર૩૭ ] ગુણમાં વધારે થાય અને જિનેશ્વર દેવની અત્યંત હિતકારી આજ્ઞાનું ઉલ્લસિત ભાવે ઉપગ સહિત પાલન કરવાનું ન જ ભૂલાય. એવા પ્રકારનું વિવેકભર્યું નિ:સ્વાર્થપણે તપનું સેવન કરાય તો તે શુદ્ધ ને કલ્યાણકારી લેખાય. તે સિવાયનું આજ્ઞાવિરુદ્ધ જે કંઈ સ્વેચ્છાએ તપનું આચરણ કરાય તે કલ્યાણકારી લેખી ન જ શકાય, એમ સમજી સર્વશ્રેયકારી શાસ્ત્રમર્યાદાયુક્ત શુદ્ધ તપ-ધર્મનું સેવન સહુએ સાવધાનપણે કરવું.
સમતા સહિત કરવામાં આવતા તપવડે નિકાચીત કર્મને પણ ક્ષય થઈ શકે છે. શુદ્ધ તપને પ્રભાવ કહે છે–તપથી દ્રવ્યભાવલક્ષમીની પ્રાપ્તિ થાય છે, ભવસંતતિનો ક્ષય થાય છે, રોગનું નિર્મૂલન થાય છે, કર્મને અંત થાય છે, વિદનો વિસરાળ થઈ જાય છે, ઈન્દ્રિયનું દમન થાય છે, મંગળમાળા વિસ્તરે છે, ઈષ્ટ અર્થ સિદ્ધ થાય છે, દેવતાનું આકર્ષણ થાય છે તેમ જ કામવિકાર નષ્ટ થાય છે, એમ સમજી મેક્ષના અથી સુજ્ઞજેનેએ એવા ક૯યાણકારી તપનું સેવન અવશ્ય કરવું.”
[જે. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૩૭૯ ]
આત્મજ્ઞાન મેળવી લેવાની આવશ્યકતા.
આ ક્ષણભંગુર દેહનો એક પળ પણ ભરોસો કરી બેસવા જેવું નથી. તે ક્ષણમાં છેહ દઈ દે છે, માટે જેમ બને તેમ જલ્દી આત્મજ્ઞાન મેળવવા તાલાવેલી લગાડવી, જેથી આત્માનુંનિજ સ્વરૂપનું યથાર્થ ભાન થાય અને દેહગેહાદિક પરભાવમાં મુંઝાયા વગર, સ્વભાવ( સત્તાગત અનંત ગુણસંપદા )ને સંભાળવા, તેને પ્રગટ કરવા, એગ્ય પુરુષાતન ફેરવવા ને શુદ્ધ