________________
[ ૨૩૬ ]
શ્રી કરવિજયજી તપને મહિમા ને પ્રભાવ સમજીને તેને યથાશક્તિ
આરાધવાની આવશ્યકતા. અનાદિને કમળ ટાળી, આત્મારૂપી સુવર્ણને શુદ્ધ નિર્મળ કરે તેવો તપ ખરા આત્માથી જનોએ અવશ્ય સેવવા–આદરવા
ગ્ય છે. તે જ ભવમાં ચોક્કસ મોક્ષે જવાવાળા તીર્થકરો પણ પિતે પિતાના રહ્યાંસા કર્મને ટાળવા જે તપનું સેવન કરે છે તે તપને નિષ્કામપણે વિવેકપૂર્વક સેવનારનું શ્રેય થયા વગર કેમ રહે? બાહ્ય ને અત્યંતર તપ છ છ પ્રકારે શાસ્ત્રમાં વખાણ્યા છે. તેમાંને બાહ્ય તપ-ઈચ્છાનિરોધ રૂપ, આત્મજ્ઞાન ધ્યાનાદિ રૂપ અભ્યન્તર તપની પુષ્ટિને માટે જ કરવાનું છે. તેવા હિતકારી લક્ષ્ય વગરને કેવળ બાહ્યતપ તે કાયકલેશરૂપ થવા પામે છે, તેથીજ મહોપાધ્યાય શ્રીમાનું યશેવિજયજી કહે છે કેશક્તિ અનુસારે એવું જ તપાચરણ કરવું કે તેમાં દુર્ગાન તે ન જ થાય, નબળા-હલકા વિચાર ન આવે, પણ પવિત્ર વિચાર પેદા થાય, અંતરની શુદ્ધિ થાય, જેથી સ્વક્તવ્ય કાર્યો શુદ્ધભાવે કરાય, તેમાં કશી ખામી ન આવે, તેમ જ આત્મસાધનમાં સહાયકારક ઈન્દ્રિયની ક્ષીણતા થવા ન પામે. વળી જે તપ-આચરણ સેવતાં આત્મસ્થિરતા-રમણતા જાગે, જિનેશ્વર પ્રભુ પ્રત્યે અધિકાધિક પ્રેમ પ્રગટે, તેમના કેવળજ્ઞાનાદિક ગુણે પ્રત્યે અંતરમાં બહુમાન જાગે અને એવા જ ઉત્તમ ગુણે આપણામાં ગુણ રહેલા છે તેને પ્રગટ કરવા દર્શન, જ્ઞાન ને ચારિત્રરૂપી રત્નત્રયીનું યથાવિધિ સેવન કરવા તત્પર થવાય–તેમાં આળસ કે બેદરકારીપણું રહેવા ન પામે, ક્રોધાદિક ચારે કષાયો પાતળા પડે એ રીતે વર્તાય એટલે ક્ષમા, નમ્રતા, સરલતા ને સંતેષાદિ